Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

જામનગરઃ દિકરી મોબાઈલમાં મેસેજ કરતા આરોપીએ ફરીયાદીને ગામ મુકી દેવા ધમકી આપી : જાનથી મારી નાખવાની કોશિષ કરી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧ : કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં અનવરભાઈ હાજીભાઈ મથુપૌત્રા, ઉ.વ.પ૦, રે. હરીપર ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, આજથી આશરે છ એક મહિના પહેલા આરોપી યુનુસ તૈયબભાઈ વાળાની દિકરી સુનેરા અને ફરીયાદી અનવરભાઈનો દિકરો ઈકબાલ બંન્‍ને જણા મોબાઈલમાં મેસેજ કરતા હોય જે આરોપી યુનુશભાઈને ખબર પડી જતા તેમને ફરીયાદી અનવરભાઈને આ બાબતે ગામ છોડીને જતુ રહેવાનું કહી અને ગામ છોડીને નહીં જાય તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી ત્‍યારથી ફરીયાદી અનવરભાઈ અને આરોપી યુનુશભાઈને મનદુઃખ ચાલતુ હતું અને ગઈ તા.ર૮-ર-ર૦ર૩ના સવારના અગિયારેક વાગ્‍યે આરોપી યુનુશભાઈ તેની બોલેરો ફોર વ્‍હીલ ગાડી લઈને ધુના ધોરાજી ગામ પાસે રોડ પર સામેથી આવી ફરીયાદી અનવરભાઈને જાનથી મારી નાખવાના ઈરાદે આરોપી યુનુશભાઈએ પોતાની બોલેરો ગાડી ફરીયાદી અનવરભાઈના મોટરસાયકલ સાથે ભટકાડી ફરીયાદી અનવરભાઈને જમીન પર પછાડી દઈ ભુંડા ગાળો આપી લોખંડના પાઈપ વડે ફરીયાદી અનવરભાઈને બંન્‍ને પગના ભાગે માર મારી મુંઢ ઈજાઓ કરી તથા આરોપી યુનુશ એ પોતાની પાસે રહેલ બંદુક ફરીયાદી અનવરભાઈની સામે તાકી ફરીયાદી અનવરને જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

 એસ.ટી.બસ સ્‍ટેન્‍ડમાંથી મોબાઈલની ચોરી

અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં રાજ નવીનભાઈ સુચક, ઉ.વ.રપ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, એસ.ટી.બસ સ્‍ટેન્‍ઢ પ્‍લેટ ફોર્મ નં.૧ પર કોઈ અજાણ્‍યા ચોર ઈસમે ફરીયાદી રાજ નો ઓપો પ્‍લસ ૧૦ આર. જી મોબાઈલ જેની કિંમત રૂ.૪ર,૯૯૯/- નો પેન્‍ટના ખીસ્‍સા માંથી ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

સરવાણીયા ગામે જુગાર રમતા ૧૧ ઝડપાયા

કાલાવડ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. વિપુલભાઈ ગોરધનભાઈ રાફુચા એ ફરીયાદ નોંધાવી છે કે, સરવાણીયા ગામે રામદેવપીરના મંદિરના પટમાં આરોપીઓ ગીરધરભાઈ વશરામભાઈ ચંદ્રપોલ, આલાભાઈ દેશાભાઈ ચૌહાણ, માવજીભાઈ પાલાભાઈ વઘેરા, કાનજીભાઈ વિરાભાઈ ચૌહાણ, વશરામભાઈ પાલાભાઈ વઘેરા, વશરામભાઈ ભોજાભાઈ ચૌહાણ, દેવજીભાઈ ગોવિંદભાઈ ચૌહાણ, નરોતમભાઈ રમેશભાઈ વઘેરા, હરજીભાઈ ભાણાભાઈ ચૌહાણ, વિનોદભાઈ ભોજાભાઈ ચૌહાણ, ગોવિંદભાઈ વિનુભાઈ સાડમીયા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૦,પર૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો

અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રવિરાજસિંહ રાજેન્‍દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે,  અન્‍નપુર્ણા ચોકડી, અન્‍નપુર્ણા માતાજીના મંદિર પાસે આરોપી વિજય ખેંગારભાઈ ચાવડાએ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૪, કિંમત રૂ.ર૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

શોર્ટ લાગતા યુવાનનું મોત

લાલપુર તાલુકાના રાફુદળ ગામે રહેતા જીવરાજભાઈ શાંતિભાઈ સોનગરા, ઉ.વ.૩૦ વાળા એ જાહેર કરેલ છે કે, રીંજપર ગામે કારાભાઈ પાલાભાઈ વસરાની વાડીએ મરણજનાર યોગેશભાઈ વેલજીભાઈ સોનગરા, ઉ.વ.રપ વાળા કોઈપણ સેફટી સાધનવગર ટી.સી. પર સર્વીસ વાયર બદલાવવા જતા અચાનક અકસ્‍માતે ઈલેકટ્રીક શોર્ટ લાગતા ટી.સી. ઉપરથી નીચે પડી જતા સારવાર દરમ્‍યાન આજરોજ મરણ થયેલ છે.

ગરીબનગરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. પોલાભાઈ દેવાભાઈ આડેદરા એ ફરીયાદ નોંધાવી છે કે,  ગરીબનગર, પાણખાણમાં ગુલજારશા પીરની દરગાહ પાસે આરોપીઓ નુરમામંદભાઈ સુલેમાનભાઈ નોતીયાર, દિલાવરભાઈ લતીફભાઈ ગંઢાર, સલીમભાઈ જુસરબભાઈ જેડા, શબ્‍બીરભાઈ હાસમભાઈ બુચડ, અસગરભાઈ ઈબ્રાહીમભાઈ બુકેરા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૧૦૮૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂના જથ્‍થા સાથે બે ઝડપાયા : બે ફરાર

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ.દોલતસિંહ હેમતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧-૩-ર૦ર૩ના પટેલ કોલોની શેરી નં.૯ ના છેડે  શાંતિનગર શેરી નં.પ માં આરોપી જયપાલસિંહ ગુલાબસિંહ ચુડાસમા, વનરાજસિંહ ઉર્ફે મુનો શિવુભા વાઢેર એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૯ર, કિંમત રૂ.૩૬,૮૦૦/- તથા અલ્‍ટો કાર જેની કિંમત રૂ.ર,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.ર,૩૬,૮૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા દારૂ સપ્‍લાય કરનાર આરોપી પ્રણવદિપસિંહ ચંદ્રસિંહ વાઘેલા, અજયસિંહ લગધીરસિંહ પરમાર ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

(1:45 pm IST)