Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

હોળીની રાત્રી પ્રગટેલી જ્‍વાળાની ઝાળ પૂર્વ દિશામાં જાય તો રાજા-પ્રજા સુખી થાય : રમણીક વામજા

એપ્રિલ મહિનામાં પવન સાથે વરસાદની આગાહી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧ : વર્ષા વિજ્ઞાન મંડળના સભ્‍ય રમણીકભાઇ વામજાએ આગામી હોળીની રાત્રે પ્રગટેલી જવાળાની ઝાળ પૂર્વ દિશામાં જાય તો રાજા-પ્રજા સુખી થાય તેમ જણાવ્‍યું છે.

અનેક આગાહી સાચી કરનાર શ્રી વામજાએ વધુમાં જણાવેલ કે હોળીની ઝાળ ઉત્તર દિશામાં જાય તો સારો વરસાદ, ઇશાનમાં જાય તો ગરમીનું વધે અને નબળુ વર્ષ થાય જો પૂર્વ દિશામાં ઝાળ જાય તો વરસાદ થાય. અગ્નિ દિશામાં જાય તો દુષ્‍કાળનો સંભવ રહે.

તેઓએ હોળીની રાત્રે પ્રગટેલી જાળ વાયવ્‍ય દિશામાં જાય તો તોફાની વરસાદ થાય અને પヘમિ દિશામાં જાય તો ઉતમ ફળ આપનાર બને.ફાગણ સુદ-પુનમને હોળીના સમયે હોળી વચ્‍ચે ધજા રોપીને પવન જોવાનો રિવાજ પૂર્વજોથી છે તે પવન ઉપરથી સુચન કરે છે જે મુજબ ઉતરતો વાયુ હોય તો પૃથ્‍વી પર પાણી બહુ જવાની શકયતા રહે છે.જો પવન ઉચો પડે તો રાજગઢ તુટે અને યુધ્‍ધ થાય તેમજ બધી દિશાનો પવન ફુંકાય તો વર્ષમાં ગમે ત્‍યારે ગમે તે થઇ શકે.આગાહીકાર શ્રી રમણીકવામજાએ આગામી તા. ૯ માર્ચથી ૧૧ માર્ચ દરમ્‍યાન માવઠુ થવાની અને તા. ૨૨ એપ્રિલથી ૨૬ એપ્રિલ વચ્‍ચે ભરણી નક્ષત્રમાં સાથે વરસાદની આગાહી કરી છે. તેમજ તા. ૨ મે થી ૬ મે દરમ્‍યાન માવઠુ અતિ ગરમી તથા તા. ૧૩ મે થી ૧૬ મે દરમ્‍યાન બપોર પછી પવન સાથે વરસાદ થવાની આગાહી શ્રી વામજાએ કરી છે.

(1:45 pm IST)