Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ઇ-એફઆઇઆર એપ્‍લીકેશનથી રજી થયેલ બુલેટ ચોરીના ગુન્‍હાને રાજકોટમાં કલાકોમાં ડીટેક્‍ટ કરતી જૂનાગઢ એ-ડીવીઝન પોલીસ

જૂનાગઢ,તા. ૧ : રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા પોલીસ અધિક્ષક રવિતેજા વાસમશેટ્ટી દ્વારા મિલકત વિરૂધ્‍ધના અનડિટેક્‍ટ ગુન્‍હાઓ શોધી કાઢવા અને ચોરી,લુંટ, ઘરફોડ વિગેરે બનાવોમાં સતર્કતા રાખી તાત્‍કાલીક કાર્યવાહી કરવા સુચનાઓ કરવામાં આવેલ.

જેથી નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્‍યાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢએ ડીવી. પો.સ્‍ટે.ના વિસ્‍તારમાં મિલ્‍કત વિરૂધ્‍ધના બનતા ગુન્‍હાઓ ઉપર વોચ રાખઅી કડક હાથે કામ લેવા એ.ડીવી. પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ. એમ.એમ.વાઢેરને સુચના મળેલ હોય તથા સરકારશ્રીના ગૃહ વિભાગ દ્વારા નાગરીક સુવિધા માટે ઇ-એફઆઇઆર એપ્‍લીકેશન લોન્‍ચ કરેલ હોય જેના માધ્‍યમથી ફરિયાદની રોયલ ઇનફીલ્‍ડ કંપનીનું બુલેટ મોટરસાઇકલ જેના રજી નં. જીજે-૧૧-બીપી-૭૬૭૩ કિં.રૂા. ૮૫,૦૦૦ વાળી જૂનાગઢ ભરડાવાવ ગેટ સામે પાર્ક કરેલ જે બુલેટ મો.સા. કોઇ અજાણ્‍યો ઇસમ ચોરી કરી લઇ જતા ફરિયાદીશ્રી દ્વારા ઇ-એફઆરઆઇ એપ્‍લીકેશનથી ઓનલાઇન ફરિયાદ કરતા આ અનુસંધાને એ. ડીવી. પો.સ્‍ટે. ખાતે ગુ.ર.નં. ૧૧૨૦૩૦૨૩૨૩૦૧૬૩/ ૨૦૨૩ આઇપીસી કલમ ૩૭૯ મુજબનો અનડિટેકટ ગુન્‍હો તા. ૨૫/૨/૨૦૨૩ના રોજ જાહેર થયેલ હોય.

બુલેટ તથા આરોપીને શોધી કાઢવા કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટર જુનાગઢના પો.સ.ઇ. પી.એચ.મશરૂ ટીમની મદદથી સીસીટીવી ફુટેજ મેળવી સદર ફુટેજ આધારે ગુના નિવારણ સ્‍કોડના માણસો તપાસમાં હતા. દરમિયાન એ.એસ.આઇ. સરતાજ સાંધ તથા પો. કોન્‍સ. ખીમાણંદભાઇ કાનાભાઇ તથા ધર્મેશભાઇ સુરસિંહભાઇનાઓને જાણવા મળેલ કે, બે ઇસમો બુલેટ મો.સા. ચોરી કરી રાજકોટ  જતા રહેલ છે જે હકકીત આધારે રાજકોટ ખાતે તપાસમાં જઇ સ્‍થાનિક પોલીસની મદદ મેળવી તપાસ કરતા બુલેટ મો. સાનં. જીજે ૧૧ બીપી, ૭૬૭૩ કિ. રૂા.૮પ૦૦૦  વાળી સાથે (૧) જય નવનીતભાઇ કરડાણી પટેલ ઉ.વ.ર૭ ધંધો વેપાર (ર) વાસુભાઇ નવીનભાઇ કરડાણી પટેલ ઉ.વ.ર૪ ધંધો પ્રા. નોકરી રહે. બંન્ને હાલ રાજકોટ, શાપર વેરાવળ કલ્‍પવન, સોસાયટી અક્ષત-ઇ એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં.૪૦૧ મુળ રહે.ધણફુલીયા ગામ તા. વંથલીને પકડી પાડેલ છે.

એ ડીવી પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ. એ.એમ. વાઢેર સાથ તથા એ.એસ.આઇ. સરતાજ સાંધ તથા એ.એસ.આઇ. એમ.ડી.માડમ તથા પો. કોન્‍સ. ખીમાણંદભાઇ કાનાભાઇ તથા પો. કોન્‍સ. ધર્મેશભાઇ સુરસિંહભાઇ તથા પો. કોન્‍સ. વિક્રમભાઇ નારણભાઇ તથા પો. કોન્‍સ. વિક્રમભાઇ મનસુખભાઇ તથા પો. કોન્‍સ. નરેન્‍દ્રભાઇ નારણભાઇ તથા પો. કોન્‍સ. રામભાઇ રુૂડાભાઇ તથા કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટરના પો.સ.ઇ. શ્રી પી.એચ.મશરૂ તથા સા. તથા તેમની ટીમ પો. કોન્‍સ. દેવેનભાઇ સીંધવ તથા જાનવીબેન પટોળીયા તથા પાયલબેન વકાતર દ્વારા બુલેટ ચોરીના અનડીટેકટ ગુનાને ડીટેકટ કરી સારી કામગીરી કરેલ છે.

(1:46 pm IST)