Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ફુલડોલ દર્શનાર્થે દ્વારકા જતા પદયાત્રીઓને થતા

અકસ્‍માત નિવારવા પગલા લેવા રજુઆત કરતા માડમ

જામનગર, તા., ૧ : હોળીના  તહેવાર ફાગણસુદ પુનમના દિવસે દ્વારકાધીશ ભગવાન કૃષ્‍ણના દર્શનાર્થે હજારોની સંખ્‍યામાં શ્રધ્‍ધાળુ ભકતો પગપાળા ચાલીને દર્શનાર્થે જાય છે. આ પદયાત્રીઓ દિવસે-રાત્રીના ધોરીર્મા ડાબી તરફ ચાલીને જતા હોય છે. જેથી પાછળથી આવતા વાહનોની ગતી અને દિશાનો ખ્‍યાલ હોતો નથી તેમજ ઝાંકળ વિગેરે વિપરીત સંજોગોના કારણે પદયાત્રીઓને અકસ્‍માત ઇજા અને અમુક કિસસામાં પદયાત્રીઓના મૃત્‍યુ થાય છે. જે નિવારવા માટે રોડ રેગ્‍યુલેશન એકટની જોગવાઇ ડ્રાઇવ ઇન લેફટ વોક ઇન રાઇટની અમલવારી રાખવા તેમજ પદયાત્રીઓને પગપાળા ચાલતા સમયે આગળ ભાગે સફેદ રંગના અને પીઠના ભાગે લાલ રંગના ચળકતા પોષાક પહેરીને ચાલવા સમજુતી આપવા તેમજ પદયાત્રીઓની સુરક્ષા તથા સલામતી જળવાઇ રહે અને પદયાત્રીઓ સાથે થતા અકસ્‍માત નિવારવા જરૂરી પગલા લઇ સુચારૂ વ્‍યવસ્‍થા ગોઠવવા માટે સંસદસભ્‍યશ્રી પુનમબેન માડમએ જામનગર તથા દેવભુમી દ્વારકા જીલ્લાના કલેકટરશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રીને લેખીત રજુઆત કરેલ છે.

શ્વાસરોગનો કેમ્‍પ યોજાશે

શ્વરસરોગના દર્દીઓ માટે શીરડી સાંઇબાબા મંદિર ગાંધીનગર દ્વાાર વર્ષમાં ૩ વખત એટલે કે ગુરૂપુર્ણિમા, હોળી પુનમ અને શરદ પુનમના રોજ વિનામુલ્‍યે શ્વાસરોગનો કેમ્‍પ યોજવામાં આવે છે.

આ કેમ્‍પમાં લીમીટેડ સંખ્‍યાને સમાવવાની હોય સોમવારના રોજ હોળી પુનમની રાત્રે ૯.૩૦ કલાકે શ્વરરોગનો કેમ્‍પ રાખવામાં આવેલ છે જુના તથા નવા દર્દીઓએ વહેલાસર મંદિરે પોતાના નામની નોંધણી કરાવી લેવા મંદિર ટ્રસ્‍ટના પ્રમુખ કનકસિંહ જાડેજા દ્વારા જાણ કરવામાં આવે છે. વધુ વિગત માટે સંસ્‍થાના પ્રમુખ કનકસિંહ જાડેજાનો ૯૯૦૯૦ ર૧૬૬૩ પર સંપર્ક કરવો.

દંતચિકિત્‍સા કેમ્‍પ

ગાયત્રી શકિતપીઠ જામનગર અને રણછોડદાસજી બાપુ   ચેર. હોસ્‍પીટલ રાજકોટના સંયુકત ઉપક્રમે શરૂ સેકશન રોડ, શિવમ પેટ્રોલ પંપની પાછળ, માસ્‍તર સોસાયટી જામનગર ખાતે આવેલ ગાયત્રી શકિતપીઠના ત્રિપદા ભવનમાં જનતાના લાભાર્થે વિનામુલ્‍યે સદગુરૂ સુપર મેગા નેત્રમણી નેત્રયજ્ઞ (ઓપરેશન સુવિધા સાથે)નું આયોજન રવિવારે સવારે ૯ થી ૧ર છે.

આ દિવસે શ્રી ગાયત્રી શકિતપીઠ જામનગરમાં કાયમી ધોરણે ચાલતા એકયુપ્રેશર વિભાગ દ્વારા એકયુપ્રેશર કેમ્‍પનું પણ આયોજન કરવામાં આવેલુ છે. જેમાં શરીરના કોઇ પણ અંગના દુઃખાવા માટે એકયુપ્રેશર પધ્‍ધતીથી સારવાર આપવામાં આવશે. તેમજ લાયન્‍સ કલબ જામનગરના સહયોગથી ડાયાબીટીસ તથા બી.પી.ની તપાસનો કેમ્‍પ પણ રાખેલ છે. તેમજ દાંતના દર્દો માટે ડો.કુંજલબેન પટેલ (બી.ડી.એસ.) તેમની સેવા આપશે. તો ઉપરોકત કેમ્‍પોનો લાભ લેવા માટે શ્રી ગાયત્રી શકિતપીઠે અનુરોધ કરે છે. દર મહિનાની પ તારીખે નેત્ર નિદાન કેમ્‍પ નિતિ હોય છે તેમજ રાજકોટ જનાર દર્દીને શકિતપીઠમાં જમાડીને મોકલવામાં આવે છે.

(1:47 pm IST)