Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

જૂનાગઢમાં પંડિત શ્રી આદિત્‍યરામજી શાષાીય સંગીત મહોત્‍સવ યોજાયો

 જૂનાગઢ : ભૂતનાથ સત્‍સંગ હોલ ખાતે ગુજરાત રાજ્‍ય સંગીત નાટક અકાદમી- ગાંધીનગરનાં આર્થિક સહયોગથી અમર સંગીતકાર પંડિત શ્રી આદિત્‍યરામજીની સ્‍મળતિમાં શાષાીય સંગીત મહોત્‍સવ સંપન્ન થયો. મહોત્‍સવનાં અધ્‍યક્ષ પૂ પા. ૧૦૮ શ્રી શરદવલ્લભરાયજી મહારાજની  ઉપસ્‍થિતિમાં મહેમાનો ધારાસભ્‍ય  સંજયભાઇ કોરડીયા, નયનભાઇ ભટ્ટ, મહેર્ન્‍દ્‌સિંહ પઢિયાર, નિતાબેન વાળા, અશોકભાઇ ભટ્ટ, જીતુભાઈ ભીંડી, ડો ડી પી ચિખલિયા, ધીરુભાઈ પટેલ અને ઉપસ્‍થિત કલાકારો દ્વારા દીપ પ્રાગટય કરી પ્રારંભ થયો. મહોત્‍સવમાં જાણીતા શાષાીય ગાયિકા જાનકીબેન મીઠાઈવાલા,વિપુલ ત્રિવેદી દ્વારા શાષાીય ગાયનની પ્રસ્‍તુતિમાં વિવિધ રાગોથી શ્રોતા સ્‍વરોના રંગમાં ભીંજાયા. સુધીર યાર્દી અને અનિકેત યાર્દીની હાર્મોનિયમ વાદનની જુગલબંધીમાં સંગીત રસિકો જૂમી ઉઠ્‍યા. અર્પિત માંડવિયાનાં સારંગી વાદનથી શ્રોતા આનંદિત થયા. વ્રજ જોષી અને રૂહાન બાબીની ગાયન પ્રસ્‍તુતિથી શ્રોતા આનંદિત થયા. સર્વ કલાકારો સાથે તબલા સંગત ભાર્ગવ જાની અને કુનાલ વ્‍યાસ તથા હાર્મોનિયમ સંગત ઋષિકેશ પંડ્‍યા તથા તાનપુરા સંગત ધ્‍વનિત ત્રિવેદી, દર્પિત દવે અને અવધ પટેલ દ્વારા સુંદર રીતે થયેલ.મહોત્‍સવનું ઉદઘોષન સુ.શ્રી.શ્‍લેષા વોરા દ્વારા કરવામાં આવ્‍યું.મહોત્‍સવમાં પ્રસ્‍તુતિ બદલ સર્વ કલાકારોનું પ્રસસ્‍તી પત્ર અને ઉપવષા દ્વારા મહાનુભાઓના વરદ હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યું. મોડી રાત સુધી જૂનાગઢનાં અને વિવિધ શહેરો માથી આવેલ સંગીત રસિકોએ મહોત્‍સવને મનભરી માણ્‍યો. કાર્યક્રમને સફળ બનાવવા સપ્તક સંગીત વિદ્યાલય અને જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય માર્ગ સિદ્ધાંત સંસ્‍કાર સિંચન કેન્‍દ્રનાં કાર્યકર્તાઓ દ્વારા જહેમત ઉઠાવાઇ હતી.(અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા જૂનાગઢ)

(1:48 pm IST)