Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ભાણવડના પાછતર ગામે દીપડાની દહેશત

૧૧ ફૂટ દિવાલ કુદી વાછરડાનું મારણ

ખંભાળિયા તા.૧ : ભાણવડના પાછતર વિસ્‍તારમાં બરડા ડુંગર વિસ્‍તારમાંથી દીપડો આવતા ગ્રામજનોમાં ભયની લાગણી ફેલાઇ છે.

ગઇકાલે રાત્રીના સમયે પાછતર ગામે ભીખુભાઇ જોશીના વાડામાં ૧૧ ફૂટની દિવાલ કુદીને અંદર ઉતરીને એક વાછરડાનું મારણ કર્યુ હતુ.

ગ્રામજનોએ આ ઘટનાની જાણ ફોરેસ્‍ટ વિભાગને કરતા તેમણે પાંજરૂ મુકવાની વ્‍યવસ્‍થા કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. બરડા ડુંગર વિસ્‍તારમાંથી દીપડો ગ્રામ્‍ય પંથકમાં આવીને મારણ કરતા લોકોમાં ભયની લાગણી ફેલાઇ છે

(2:48 pm IST)