Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા એપ્‍લીકેશન ઓફ રોબોટીકસ અને ડ્રોન ટેકનોલોજી ઇન એગ્રીકલ્‍ચર વિષય પર કાલથી બે દિવસીયવર્કશોપ

અદ્યતન તકનીકોના ઉપયોગથી ખેતી કરવા યુવા ખેડૂતોને પ્રેરિત કરવા અને વાતાવરણની અનિયમિતતા તેમજ ખેતમજુરોની અછત વચ્‍ચે પણ પાક ઉત્‍પાદન વધુ મેળવી શકાય તે માટે

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૧: જૂનાગઢ કળષિ યુનિવર્સિટી દ્વારા  એપ્‍લીકેશન ઓફ રોબોટીક્‍સ અને ડ્રોન ટેકનોલોજી ઇન એગ્રીકલ્‍ચર વિષય પર તા.૨જી માર્ચ થી બે દિવસીય વર્કશોપ

જૂનાગઢ,તા.૨૮ જૂનાગઢ કળષિ યુનિવર્સીટીના ડીપાર્ટમેન્‍ટ ઓફ ફાર્મ મશીનરી અને પાવર એન્‍જીનીયરીંગ વિભાગ, કળષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા આઈ. સી.એ.આર. ના રાષ્‍ટ્રીય કળષિ ઉચ્‍ચશિક્ષણ કાર્યક્રમ ના આઈ.ડી.પી. યોજના હેઠળ એપ્‍લીકેશન ઓફ રોબોટીક્‍સ અને ડ્રોન ટેકનોલોજીઝ ઇન એગ્રીકલ્‍ચર વિષય પર બેદિવસીય વર્કશોપનું આયોજન તા. ૦૨/૦૩/૨૦૨૩ થી ૦૩/૦૩/૨૦૨૩ નાં રોજ કરવામાં આવશે.  જેનો ઉદ્ધાટન સમારંભ તા. ૦૨/૦૩/૨૦૨૩ ના સવારે ૯.૦૦ કલાકે સેમીનાર હોલ, કળ.ઈ.ટે.કો., જુ.કળ.યુ. ખાતે યોજાશે.આ વર્કશોપ સવાર સાંજ ના બે સેશનમાં થવાનોછે. જેમાં તજજ્ઞો ઉપરાંત વિવિધ સંસ્‍થાના ડાયરેકટર, ઉદ્યોગ સાહસિકો દ્વારા રોબોટિક્‍સ અને કળષિ ક્ષેત્રમાં ડ્રોન ટેક્રોલોજીના ઉપયોગ  અંગે સઘન માર્ગદર્શન આપવામાં આવશે.

આ વર્કશોપ નું આયોજન જુનાગઢ કળષિ યુનિવર્સીટી ના કુલપતિ ડો. વી.પી.ચોવટિયા ના અધ્‍યક્ષ સ્‍થાને તેમજ પ્રેરણાથી અને ડો.એચ,.એમ. ગાજીપરા, જૂનાગઢ કળષિ યુનિવર્સીટીના સંશોધન નિયામકશ્રી તેમજ આઈ. ડી.પી. યોજનાના પી.આઈઅનેકળષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન, ડો.એન.કે.ગોન્‍ટિયા માર્ગદર્શન હેઠળ તેમજ જ ડીપાર્ટમેન્‍ટ ઓફ ફાર્મ મશીનરી અને પાવર એન્‍જીનીયરીંગ વિભાગ ના પ્રાધ્‍યાપક અને વડા ડો. વી.કે. તિવારીનાપ્રોત્‍સાહન હેઠળ યોજાય રહેલ છે.

આ વર્કશોપનો મુખ્‍ય ઉદ્દેશ ખેતીમાં ફાર્મ મિકેનાઇઝેશનના ઉપયોગ જેવા કે રોબોટિક્‍સ અને કળષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજી જેવી અદ્યતન તકનીકોના ઉપયોગથી ખેતી ને કઈ રીતે યુવા ખેડૂતો ને પ્રેરિત કરવા માટે સુગમ અને વાતાવરણની અનિયમિતતા તેમજ ખેતમજૂરોની અછત વચ્‍ચે પણ પાક ઉત્‍પાદન વધુ મેળવી શકાય તે માટે પ્રાધ્‍યાપકોઅને વિદ્યાર્થીઓને ઉંડાણપૂર્વક જ્ઞાન વધારવાનો તેમજ વિદ્યાર્થીઓને રોબોટીક્‍સ અને ડ્રોન ક્ષેત્ર માં રહેલી ભવિષ્‍ય ની ભરપુર તકો ને પારખી અને ઉદ્યોગ સાહસીક બનાવવાનો છે.  આ વર્કશોપ માં  મુખ્‍ય અતિથિ તરીકે આઈ. સી એ.આર., સી. આઈ. એ. ઈ. ના ડાયરેક્‍ટરડો. સી.આર. મહેતા, ઓનલાઈન માધ્‍યમ થી ઉપસ્‍થિત રહેશે અને માર્ગદર્શન આપશે. સાથે જ અતિથી વિશેષ તરીકે ડો. સુભાષ યુનિવર્સીટીના પ્રો-વોસ્‍ટ ડો. દીપક ડી. પટેલ હાજરી આપશે અને પ્રાસંગિક પ્રવચન કરશે. 

સફળ બનાવવા કો-ચેરમેન અને ડીપાર્ટમેન્‍ટ ઓફ ફાર્મ મશીનરી અને પાવર એન્‍જીનીયરીંગ વિભાગ ના પ્રાધ્‍યાપક અને વડા, ડો. વી.કે. તિવારી, ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી ડો.ટી. મહેતાસહ.પ્રાધ્‍યાપક તેમજકો-ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી પ્રો.એ. એલ. વાઢેર, મદદ. પ્રાધ્‍યાપક, ડીપાર્ટમેન્‍ટ ઓફ ફાર્મ મશીનરી અને પાવરએન્‍જીનીયરીંગ વિભાગતેમજ તેમની ટીમ અને વિવિધ કમિટી ના કન્‍વીનરો તથા સભ્‍યશ્રીઓ  જહેમત ઉઠાવી રહ્યા છે.

(1:51 pm IST)