Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

જેતપુરમાં વરલીનો જૂગાર બેફામવધુ પાંચ શખ્‍સો ઝપટે ચડી ગયા

લાદી રોડ ઉપર જૂગાર રમતા પિતા-પુત્ર સહિત ૪ પકડાયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧ :.. જેતપુરમાં વરલીનો જૂગાર બેફામ બન્‍યો હોય તેમ ગઇકાલે પ શખ્‍સો પકડાયા બાદ વધુ પ શખ્‍સોને વરલીનો જૂગાર રમતા પોલીસે ઝડપી લીધા હતાં.

શહેર પોલીસે મતવા શેરીમાંથી મોટા  ચોક તરફ જતા હતા ત્‍યારે રસ્‍તામાં વર્લી ફીચરના આંકડાનો જૂગાર રમાડતો સલીમ કરીમભાઇ બેલીમ (રહે. હુસેની ચોક) ને રોકડા રૂા. ૪૧૦ સાથે પકડી પાડેલ ત્‍યાંથી આગળ જતા નાના ચોકમાં હુસેન ઉર્ફે હેવી હનીફભાઇ છાસરીયા (રહે. મોટા ચોક) ને વર્લી ફીચરના આંકડા લખેલ ચીઠ્ઠીઓ સાથે રોકડા રૂા. પ૩૦ સાથે ઝડપી લીધેલ. બસ સ્‍ટેન્‍ડ પાસેથી નીલેશ ચંદુભાઇ સોલંકી (રહે. રેઇન બસેરા) વર્લીના આંકડા લખતો હોય તેને રોકડા રૂા. ૩પ૦ સાથે ઝડપી લીધેલ તથા બોથલા દરવાજા પાસે, આમેલ આશીફભાઇ બકાલી (મોટા ચોક) પાસેથી વર્લી ફીચર ના આંકડા લખેલ ચીઠ્ઠીઓ મળી આવતા રૂા. ર૦૧ સાથે પકડી પાડેલ. અને નવાગઢ એસ. બી. આઇ. બેંકવાળા રોડ ઉપર અસરફ રહીમભાઇ શેખ (રહે. ખાટકી વાસ) વર્લીનો જૂગાર રમાડતો રોકડા રૂા. રર૦ સાથે પકડી પાડેલ હતો.

તેમજ શહેર પોલીસ નાઇટ પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમ્‍યાન મળેલ બાતમીના આધારે લાદી રોડ શાક માર્કેટ વાળી ગલીમાં રેડ કરતા જાહેરમાં તીનપતીનો જૂગાર રમતા લાલ બહાદુર રામચંદ્રભાઇ કટારીયા, ભાવેશ લાલ બહાદુરભાઇ કટારીયા (રહે. બન્ને લાદી રોડ) રીઝવાન સલીમભાઇ ખેડારા (ગોંડલ દરવાજા) સુજલ અલતાફભાઇ જોબન (ચાંદની ચોક) ચારે શખ્‍સોને રોકડા રૂા. ૧૧,૭પ૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.

(1:53 pm IST)