Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

જૂનાગઢ : અમરેલી ભરાડ વિદ્યા સંકુલનો વાર્ષિકોત્‍સવ યોજાયો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧: અમરેલી ભરાડ વિદ્યા સંકુલ ખાતે વાર્ષિક ઉત્‍સવ ૨૦૨૩ નો માતળ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. જેમાં ભરાડ સ્‍કૂલમાં અભ્‍યાસ કરતા બાળકોના મમ્‍મી દ્વારા સાંસ્‍કળતિક કાર્યક્રમનું આયોજન કરેલ હતું.

જેમાં અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન મોવલીયા તેમજ આરોગ્‍ય સમિતિના ચેરમેન  કંચનબેન ડેર, શીતલ ફૂડ કંપનીના માલિક કાજલબેન ભુવા,  નગરપાલિકાના સદસ્‍ય નિમિષાબેન પંડ્‍યા,  ખુશ્‍બુબેન ભટ્ટ તેમજ અમરેલી આઈટીઆઈના પ્રિન્‍સિપાલ તેજલબેન ભટ્ટ, ફોરેસ્‍ટ અધિકારી જ્‍યોતિબેન ખાખર,  મહિલા અગ્રણી સવિતાબેન ગજેરા  તેમજ મીનાબેન સોંડાગર ફાલ્‍ગુનીબેન દેસાઈ/રૂબીનાબેન પઠાણ  તેમજ સંસ્‍થાના સ્‍થાપક એવા શિક્ષણવિદ ગીજુભાઇ  ભરાડ, શીતલ ફૂડ કંપનીના માલિક દિનેશભાઈ ભુવા, સંજયભાઈ રામાણી તેમજ ફાયર સેફ્‌ટીના અમરેલીના અધિકારી ગઢવી અને તેમના સ્‍ટાફ દ્વારા માહિતગાર કરવામાં આવ્‍યા હતા.  તેમજ ૧૦૮ ટીમ દ્વારા તમામ પ્રકારની ઓનલાઇન રજીસ્‍ટર કરી માહિતી આપવામાં આવી હતી તેમજ યોગ શિક્ષક નિકિતાબેન  દ્વારા યોગ ભગાવે રોગની  પણ તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભરાડ સ્‍કૂલ અમરેલીના વાલી બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

ભરાડ સ્‍કૂલના સંચાલક પંકજભાઈ મહેતા અને અલ્‍પાબેન મહેતાએ બાળક ૫ થી ૧૫ વર્ષનું થાય આ ૧૦ વર્ષના સમયગાળામાં  સર્જાત્‍મક શિક્ષણ દ્વારા બાળકમાં રહેલી ૧૦૮ સ્‍કીલ ડેવલોપ કરવા માટે અમારી શાળામાં જે પ્રોજેક્‍ટ ચાલે છે જે પ્રવળત્તિઓ ચાલે છે તેમાં બાળકની સાથો સાથ તેના માતા પિતાએ પણ સહભાગી કઈ રીતે થાવું એ વિશે પૂરેપૂરું માર્ગદર્શન આપ્‍યું હતું. જેથી આપનું બાળક કાલનો ઉત્તમ નાગરિક બને અને જીવનમાં આવેલી કોઈભી પરિસ્‍થિતિમાં બુદ્ધિથી તાકાતથી અને સહજતાથી સામનો કરે અને સરળતાથી સિદ્ધિ પ્રાપ્ત કરે તેનું પૂરેપૂરું માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. કાર્યક્રમનું સંચાલન દવે દિપક્‍ભાઇ, જાપડીયા હરેશભાઇ  દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ભરાડ વિદ્યા સંકુલના તમામ સ્‍ટાફે જહેમત ઉઠાવી હતી

(1:59 pm IST)