Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

તસ્‍કરોને પણ ગરમી લાગી...ચલાલામાં આઇસ્‍ક્રીમ-કુલ્‍ફીના કારખાનામાંથી ૧.ર૧ લાખના મુદામાલની ચોરી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧ :.. ચલાલામાં બુરહાનભાઇ રસુલભાઇ હથિયારીના બંધ આઇસ્‍કીમ અને કુલ્‍ફીના કારખાનામાં તા. ર૬-ર ના રાત્રીના કોઇ તસ્‍કરોએ પ્રવેશ કરી આઇસ્‍ક્રીમ બનાવવામાં ઠંડક આપતું કમ્‍પ્રેસર મશીન રૂા. ૭પ,૦૦૦ તેમજ તાંબા અને પિતળના કુલ્‍ફી બનાવવાના ફરમા ૧૧ નંગ રૂા. ૩૬,૦૦૦ તેમજ ઇન્‍ટર જીપનો એન્‍જીન બ્‍લોક રૂા. ૧૦,૦૦૦ મળી કુલ રૂા. ૧,ર૧,૦૦૦ ના મુદામાલની ચોરી કરી ગયાની ચલાલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ચોરી

લાઠી તાલુકાના આંબરડી ગામે ભુપતભાઇ ભુરાભાઇ ખટાણાની દુકાનમાં કોઇ તસ્‍કરોએ પ્રવેશ કરી રોકડા રૂા. ૪૦૦૦ ચાંદીનો એક સિકકો રૂા. ૧૦૦, બીડી તથા બ્રીસ્‍ટોલના પેકેટો મળી રૂા. ૧૦૦૦ મળી કુલ રૂા. પ૧૦૦ તેમજ બાજુમાં આવેલ મકાનમાં રોકડ રૂા. ૧ર,૦૦૦ ચાંદીના કંદોરા ૩ નંગ, કડલા ૩ જોડ તથા છડા ર-જોડ, મળી રૂા. ૧પ,૦૦૦ મળી ને માલમતાની ચોરી કરી ગયાની દામનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

છેડતી

ધારી વેકરીયાપરામાં હરિકૃષ્‍ણનગરમાં રહેતી શ્રમિક પ્રૌઢા ઇંટોના ભઠામાં મજૂરી કામ માટે ગયેલ હતી. ત્‍યારે ધારીના રાહીલ સુમરાએ મારો મોબાઇલ નંબર લઇ લે કા તારો મોબાઇલ નંબર આપ જેથી મોબાઇલ નંબર આપવાની ના પાડતા ગાળો બોલી છેડતી કર્યાની ધારી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદ

સાવરકુંડલામાં માનવ જીંદગી જોખમાઇ તે રીતે ધુમ સ્‍ટાઇલથી બાઇક ચલાવતા મહેશ પ્રતાપભાઇ ખુમાણ, વનરાજ વિનુભાઇ ચાંપાવડીયા, રવિજ ઉર્ફે અપ્‍પુ રજાકભાઇ અબડા સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

(2:48 pm IST)