Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

અમરેલી પંથકના આંચકા ‘ભૂકંપ ઝૂંડ' પ્રકારના : માઢક

ભૂકંપ ઝૂંડમાં આંચકાની સંખ્‍યા વધારે, પણ જોખમ ઓછું હોય છે : ગિરનાર ફોલ્‍ટ - કચ્‍છ ફોલ્‍ટ વગેરે અંગે પણ રસપ્રદ માહિતી

હાલમાં અમરેલી જિલ્લામાં ખાસ કરીને ખાંભા, મિતિયાળા, સાવરકુંડલા પંથકમાં ભૂકંપના જે આંચકાઓ આવી રહ્યા છે તે સિસ્‍મિક સ્‍વોર્મ પ્રકારના છે જેને હિંદીમાં ‘સ્‍વરા' તો ગુજરાતમાં ‘ભૂકંપ ઝૂંડ' કહે છે. કચ્‍છમાં આવેલ ૨૬ જાન્‍યુઆરી ૨૦૦૧ના ભૂકંપની આગોતરી ભવિષ્‍યવાણી કરનાર ખગોળ જ્‍યોતિષશાષાી જયપ્રકાશ માઢકે જણાવ્‍યું હતું કે જેમ મધમાખીઓના ઝુંડમાં અસંખ્‍ય મધમાખીઓ હોય છે તેમ આવા પ્રકારના આંચકા પણ જ્‍યાં આવે ત્‍યાં મોટી સંખ્‍યામાં ત્રાટકે છે તેથી તેને ‘ભૂકંપ ઝૂંડ' તરીકે ઓળખવામાં આવે છે. જોકે આ પ્રકારના આંચકા મોટેભાગે એકદમ હળવા હોય છે.

અમરેલી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૪૦ જેટલા આવા આંચકાઓ આવ્‍યા છે એવું ભૂસ્‍તર વિભાગનું કહેવું છે. આમાંથી ૮૬% આંચકાઓ ૨ મેગ્નીટયૂડથી નીચેના છે, ૧૩% આંચકા ૨ થી ૩ તીવ્રતાની વચ્‍ચેના છે અને માત્ર પાંચેક આંચકાઓ ૩ મેગ્નીટયૂડથી ઉપરની તીવ્રતાના છે. આમ મોટાભાગના આંચકાઓ તો લોકોને અનુભવાયા પણ નથી.

આ સેસ્‍મીક એકટીવીટીનું કારણ શું હોઇ શકે ? આનું કારણ ટેકટોનિક સેટ અપ અને હાઇડ્રોલોજીકલ લોડીંગ કે પ્રેશર છે એવું લાગે છે. હાઇડ્રો લોજીકલ લોડીંગને કારણે ભૂતળમાં જોવા મળતા ફ્રેકચર્સને લીધે માઇલ્‍ડ ટ્રેમર્સ આવે છે. સૌરાષ્‍ટ્રના પેટાળમાં પાણી ઓછું અને ખડકો વધારે છે. ચોમાસામાં હાઇડ્રોલોજીકલ લોડીંગને લીધે દબાણ રીલીઝ થાય છે તેથી આંચકા આવે વરસાદને લીધે ખડકોમાં પાણી ભરાય. આમ આ સીઝનલ એકટીવીટી છે.

ક્‍યારેક સ્‍થાનિક ભૂગર્ભીય હલચલને લીધે પણ આંચકા આવે. ફોલ્‍ટ ફેઇલને લીધે દબાણ ટ્રાન્‍સફર થાય તેથી નાના નાના આંચકા આવે જેને ભૂસ્‍તરશાષાની ભાષામાં સિસ્‍મિક સ્‍વોર્મ કહે છે.

સિસ્‍મિક સ્‍વોર્મ કે ભૂકંપ ઝૂંડ એક સીમિત વિસ્‍તાર પૂરતા જ આવતા હોય છે અને અમરેલી જિલ્લો સેસ્‍મિક ઝોન ૩માં આવે છે તથા અહીં કોઇ મેજર ફોલ્‍ટ લાઇન નથી. અહીં ૧૦ કિ.મી.ની જ ફોલ્‍ટ લાઇન છે અને મેજર ભૂકંપ માટે ૬૦ થી ૭૦ કિ.મી.ની ફોલ્‍ટ લાઇન જોઇએ જે અહીં નથી.

સૌરાષ્‍ટ્ર ઝોનમાં ગિરનાર ફોલ્‍ટ જીએફ ૧૦ થી ૧૨ કિ.મી. સુધી જ સીમિત છે અને નોર્થ કાઠિયાવાડ ફોલ્‍ટ એનકેએફ પણ બહુ જોખમી નથી. પણ કચ્‍છ મેઇનલેન્‍ડ ફોલ્‍ટ જોખમી મનાય છે જેની લંબાઇ ૧૪૦ કિ.મી. સુધીની છે. કચ્‍છ કંટ્રોલ હિલ પણ જોખમી છે. અલ્લાબંધ ફોલ્‍ટની લંબાઇ ૮૫ કિ.મી. છે.

મેઇન લેન્‍ડ ગુજરાત ફોલ્‍ટમાં ઇસ્‍ટ નર્મદા ફોલ્‍ટનો સમાવેશ થાય છે જેની લંબાઇ પણ વધુ નથી અને જોખમી નથી તથા કેમ્‍બે ફોલ્‍ટની લંબાઇ પણ વધુ નથી તેથી જોખમી નથી.

ભૂકંપ ઝૂંડના આંચકાઓ સંખ્‍યામાં વધુ હોય છે પણ તેમાં મેજર ભૂકંપની શક્‍યતા ઘણી ઓછી હોય છે. અમરેલી જિલ્લામાં આવા આંચકાઓ આવવાના ચાલુ હતા એ દરમિયાન તુર્કીમાં ભૂકંપ આવ્‍યો તેથી કેટલાક લોકો ડરી ગયા હતા કે અહીં પણ ભૂકંપ આવશે કે શું ? એવામાં નેધરલેન્‍ડના ફ્રેંક હોગરબીટસની આગાહી આવી પડી હતી કે હવે પછી ભારતમાં ભૂકંપ આવશે કેમકે તુર્કીની ફોલ્‍ટ લાઇન ભારતની ફોલ્‍ટ લાઇનને સક્રિય કરી દેશે !

પરંતુ તુર્કી તથા અમરેલી જિલ્લામાં આવતા ભૂકંપ ઝુંડને કોઇ સંબંધ નથી. ત્‍યાં તો આફ્રિકન પ્‍લેટ, અરેબિયન પ્‍લેટ, માઇક્રોપ્‍લેટ તથા યુરેશિયન પ્‍લેટની ભીડનને લીધે ભૂકંપ આવ્‍યો હતો. ખાંભા, મિતિયાળા અને સાવરકુંડલાના પેટાળમાં આફ્રીકન, અરેબિયન... જેવી પ્‍લેટો નથી. વળી તુર્કી બહુ દૂર છે. તુર્કીની એકટીવ ફોલ્‍ટ લાઇન ભારતની કોઇ ફોલ્‍ટ લાઇનને સક્રિય કરી ન શકે !

અમરેલી જિલ્લામાં આવતા સિસ્‍મિક સ્‍વોર્મ એટલે કે ભૂકંપ ઝૂંડ શું છે ? ભૂકંપ ઝૂંડની વ્‍યાખ્‍યા જોઇએ તો ભૂકંપ વિજ્ઞાનમાં ‘ભૂકંપ ઝૂંડ' કોઇ સ્‍થાનિક ક્ષેત્રમાં અપેક્ષાકૃત ઓછા સમયગાળામાં થનારી ભૂકંપીય ઘટનાનો એક ક્રમ છે. આ ઝૂંડને પરિભાષિત કરવા માટે ઉપયોગમાં લેવાતો સમય અલગ અલગ હોય શકે છે અને તે દિવસ મહિના કે વર્ષ હોઇ શકે છે અને તેમાં મુકત થતી ઉર્જા એ સ્‍થિતિથી અલગ હોય છે. જેમાં એક મોટો ભૂકંપ કે મોટો ઝટકો આફટર શોકની એક શૃંખલા પછી આવે છે. આ ઝૂંડના ભૂકંપોમાં કોઇ પણ ભૂકંપ સ્‍પષ્‍ટરૂપે મુખ્‍ય ઝટકો હોતો નથી. વિશેષરૂપથી મુખ્‍ય ઝટકા પછી આવવા વાળા ઝટકાઓનો સમૂહ એ ભૂકંપ ઝૂંડ નથી.

ટુંકમાં ભૂકંપ ઝૂંડએ તુર્કીમાં આવ્‍યો એવો મોટો ભૂકંપ હોતો નથી કે નથી તે આવા મોટા ભૂકંપ પછીના આફટર શોકસ. તુર્કીમાં આવ્‍યો એવા તીવ્ર ભૂકંપ પછી સમય સાથે ઘટતી શકિત અને આવૃત્તિવાળા ભૂકંપ આવે તેમને આફટર શોક કહેવાય અને મેનશોક જેટલો મજબૂત હોય, આફટર શોક તેના પ્રમાણમાં મજબૂત અને લાંબા હોય છે અને આફટર શોકસ મહિનાઓ વર્ષો કે દશકો સુધી આવતા રહે છે. પણ ભૂકંપ ઝૂંડ આફટર શોકસ નથી પરંતુ તે ઘણીવાર એક દિવસથી માંડીને દિવસો, મહિનાઓ કે વર્ષો સુધી આવી શકે છે.

જ્‍યાં જ્‍વાળામુખીય કે ભૂતાપીય ગતિવિધિઓ થતી હોય ત્‍યાં પણ આવા પ્રકારના સમૂહ ભૂકંપો કે જેને હિંદીમાં સ્‍વરા કહે છે તે જોવા મળે છે. આવા ભૂકંપો મેગ્‍મા કે હાઇડ્રોથર્મલ પદાર્થોના સંચલનને બદલે પહેલેથી મૌજૂદ ફોલ્‍ટ ઉપર સરકવાને કારણે પણ થાય છે. આવા ભૂકંપ ઝૂંડ ટેકટોનિક ગતિવિધિઓને કારણે પણ હોઇ શકે છે.

ભૂકંપ ઝૂંડ એક સ્‍થાનિક ક્ષેત્રમાં ઓછી સમય અવધિમાં થનારી ભૂકંપીય ઘટનાઓનો ક્રમ છે એવું કહેવાય છે પણ ઘણી વખત આવા ભૂકંપીય ઝૂંડ એક દિવસથી માંડીને વર્ષો સુધી જોવા મળેલ છે. દક્ષિણ કેલિફોર્નિયામાં ૧ જ દિવસમાં (૨૪ કલાકમાં) ૨.૫ થી વધુ તીવ્રતાના ૧૦૦થી વધુ આ પ્રકારના આંચકાઓ આવ્‍યાનો દાખલો છે.

ભારતની વાત કરીએ તો જેમાં રોજના દશ-વીસ આંચકાઓ મહેસૂસ થતાં હોય અને જેમની તીવ્રતા સામાન્‍ય રીતે ૩.૫થી ઓછી હોય એવા આવા ઝૂંડ પ્રકારના ભૂકંપો મહારાષ્‍ટ્રના દહાણુમાં ૧૧ નવેમ્‍બર ૨૦૧૮થી જોવા મળ્‍યા છે. જેમાં ફેબ્રુ. ૨૦૧૯માં એક ઝટકાની તીવ્રતા વધીને ૪.૧ પણ થઇ ગયેલી પરંતુ એ Shallow focal depth ને લીધે બન્‍યું હતું.

બીજો દાખલો જોઇએ તો હાલ ખાંભા - મિતિયાળામાં બને છે એમ સીવની જિલ્લાના બમ્‍હોરી ગામમાં સને ૨૦૦૦થી લગાદાર આવા પ્રકારના ભૂકંપો આવે છે. અમરેલી જિલ્લાના મિતિયાળા, ખાંભા, સાવરકુંડલાના તથા લિલિયા તાલુકાના લોકોને યાદ હશે કે થોડા દિવસો પહેલા અચાનક તેમને ધડાકો જેવો અવાજ સંભળાતો હતો કે પાણી જેવો અવાજ સંભળાતો હતો પણ કારણ જડતું ન હતું.

તો આના કારણમાં પણ આ ભૂકંપ ઝૂંડ જ હતું. બહુ ઓછી ઊંડાઇએ આવતા અને બહુ ઓછી (૧ કે તેથી પણ ઓછી) તીવ્રતાના ભૂકંપો કંપનના રૂપમાં નહીં પણ વિસ્‍ફોટ કે પાણી કે હથોડાના અવાજના રૂપમાં આવે છે.

ફ્રાન્‍સમાં રોન ઘાટીમાં ૨૦૦૨-૦૩માં કેટલાક મહિના માટે આવા પ્રકારના ભૂકંપો આવેલા જે ખૂબ જ કમજોર હતા અને તેમનું કેન્‍દ્ર કલાનસેયસના આસપાસના ક્ષેત્રમાં એક ગામ નીચે સપાટીથી ૨૦૦ મીટર જ ઊંડે (આટલી જ ફોકલ ઊંડાઇએ) હતું જે એક વિશ્વ રેકોર્ડ છે. ખાંભા મિતિયાળામાં જે અવાજો આવતા એ ભૂકંપો કેટલા ઊંડા હતા એ જાણવાજોગ બાબત છે. હાલ આ વિસ્‍તારમાં ૧૦ કિ.મી.થી ઓછી ઊંડાઇએથી ભૂકંપો આવે છે.(૨૧.૨૮)

દુનિયામાં ક્‍યાં ક્‍યાં ‘ભૂકંપ ઝૂંડ' પ્રકારના

ભૂકંપો આવેલ છે કે આવી રહ્યા છે તેના વિશે

*   મહારાષ્‍ટ્રના દહાણુમાં ૧૧ નવેમ્‍બર ૨૦૧૮ પછી આ ઘટના જોવા મળેલ છે.

*   ફિલીપીન્‍સ : એપ્રિલ ૨૦૧૭ની શરૂઆતથી ઓગષ્‍ટ ૨૦૧૭ના મધ્‍ય સુધી બટાંગસના ફીલીપીન પ્રાંતમાં આવું ભૂકંપનું ઝૂંડ આવ્‍યું હતું. જેમાં ૫.૫, ૫.૬ અને ૬ મેગ્નીટયૂડ એમ ત્રણ ભૂકંપો આ પ્રકારના એટલે કે સિસ્‍મિક સ્‍વોર્મ પ્રકારના આવ્‍યા હતા જેમનું ઉપરિકેન્‍દ્ર એક જ હતું અને તે ક્રસ્‍ટ (૭ થી ૨૮ કિ.મી.ની ઊંડાઇ)માં જ થયા હતા.

*   ચેકીયા - જર્મની : પヘમિ બોહેમિયા / - વાંગ્‍લેન્‍ડ ક્ષેત્ર ચેકીયા અને જર્મની વચ્‍ચેનું સીમાવર્તી ક્ષેત્ર છે જેમાં ભૂકંપના ઝૂંડોનું પહેલીવાર ૧૯મી શતાબ્‍દીના અંતમાં સંશોધન કરાયું હતું, ત્‍યાં ઝૂંડ ગતિવિધિ આવર્તક હોય છે અને ક્‍યારેક અધિકતમ પરિણામ (વધુ મેગ્નીટયૂડ)ના ભૂકંપ સાથે થાય છે. દા.ત. ૧૯૦૮માં ત્‍યાં ૫ મેગ્નીટયૂડનો અને ૧૯૮૫-૮૬માં ૪.૬ મેગ્નીટયૂડનો તો ૨૦૦૮માં ૩.૮ તીવ્રતાનો ભૂકંપ પણ આવેલો.

*   ફ્રાન્‍સના આલ્‍પ્‍સમાં મોરીઐન ઘાટી છે. ત્‍યાં સમય સમય પર આવતા ભૂકંપ ઝૂંડો આવે છે. ડીસે. ૧૮૩૮થી જૂન ૧૮૪૪ સુધી ત્‍યાં આવું એક ભૂકંપ ઝૂંડ આવેલું. હાલમાં ઓકટો. ૨૦૧૫માં આ ઘાટીના નીચલા હિસ્‍સામાં મોન્‍ટેગેલફ્રે પાસે આવું એક ઝૂંડ ૧૭ ઓકટો. ૨૦૧૭ સુધી દેખાયું હતું. જેમાં એક પખવાડિયામાં ૩૦૦થી વધુ ભૂકંપો આવેલા. જેમાં ૨૦૧૭ના ઓકટો. એન્‍ડમાં બે વખત ૩.૭ તીવ્રતાના ભૂકંપો આવ્‍યા હતા.

*   સેન્‍ટ્રલ અમેરિકાના અલ સાલ્‍વાડોરના એક ઉપનગરમાં એપ્રિલ ૨૦૧૭માં બે દિવસોમાં ૫૦૦ ભૂકંપોનું ઝુંડ આવ્‍યું હતું.

*   ઉત્તર અમેરિકામાં સંયુકત રાજ્‍ય અમેરિકામાં ફેબ્રુઆરી અને નવેમ્‍બર ૨૦૦૮ વચ્‍ચે નેવાદામાં કમ તીવ્રતાના ૧૦૦૦ ભૂકંપોનું ઝૂંડ આવ્‍યું હતું. જેને ૨૦૦૮ના રેનો ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે.

*   હૈતીમાં ૧૬૨૦ ભૂકંપોનું એક ઝૂંડ આવેલું જે ૨૦૧૦થી શરૂ થયું.

*   ૨ સપ્‍ટેમ્‍બર ૨૦૧૭ના રોજ સોડાસ્‍પ્રિંગ્‍સ ઇડાહો આસપાસ ભૂકંપનું એક ઝૂંડ આવેલું છે જે ૯ દિવસ દેખાયું. જેમાં ૪.૬થી ૫.૩ વચ્‍ચેની તીવ્રતાના પાંચ ભૂકંપો આવ્‍યા હતા.

*   ૨૦૧૬ની શરૂઆતથી ૨૦૧૯ના અંત સુધી કેલિફોર્નિયાના રિવરસાઇડ કાઉન્‍ટીમાં કાહુઇલા પાસે આવું એક ઝુંડ આવેલું. જેમાં ૨૦૦૦થી વધુ વ્‍યકિતગત ભૂકંપીય ઘટનાઓ દર્જ થઇ હતી. આટલાન્‍ટિક મહાસાગર હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગરમાં આવા સિસ્‍મિક સ્‍વોર્મની ઘટનાઓ જોવા મળે છે. હાઇસીસ્‍મીક ઝોનમાં આવતા ભૂકંપ ઝૂંડના ભૂકંપોની તીવ્રતા વધુ હોઇ શકે છે. જાન્‍યુ.-ફેબ્રુ. ૨૦૧૩માં પ્રશાંત મહાસાગરના સાંતાક્રુઝ દ્વિપ સમુહમાં સાત દિવસમાં ૪૦થી વધુ ભૂકંપો આવ્‍યા હતા. જે ૪.૫ કે તેથી વધુ તીવ્રતાના હતા. જેમાં ૬થી વધુ તીવ્રતાના સાત ભૂકંપો હતા.

*  કેલીફોર્નિયાના બ્રોલી ભૂકંપીય ક્ષેત્રમાં ૧૦ કિ.મી. વિસ્‍તારમાં ઝૂંડ પ્રકારના ભૂકંપ આમ બાબત છે ત્‍યાં ૨૦૧૨માં આવા પ્રકારના ૩૦૦થી વધુ ભૂકંપો આવેલા જેમાં એક ૫.૪નો પણ હતો.

આવા ભૂકંપ ઝૂંડના પ્રભાવ તથા ખાસિયત વિષે

*  આવા ઝૂંડમાંનો પ્રત્‍યેક ભૂકંપ તનાવને પુનરાવર્તિત કરે છે, જે બાદમાં ઝૂંડના વિકાસને પ્રભાવિત કરી શકે છે, ખાસ કરીને ક્રસ્‍ટ જો એક ગંભીર સ્‍થિતિમાં હોય.

*  સ્‍લાઇડર બ્‍લોક મોડેલ દર્શાવે છે કે ભૂકંપનું ઝૂંડ કોઇ બાહ્ય છિંદ્ર દબાવસ્ત્રોત વગર એક સ્‍વ સંગઠીત મહત્‍વપૂર્ણ તણાવક્ષેત્રથી ઉત્‍પન્‍ન થઇ શકે છે જે નુકસાન પણ પહોંચાડી શકે છે.

*  આવી ભૂકંપ ઝૂંડ ઘટનાઓથી વિનાશ થાય ? આમા વિનાશની સંભાવના વ્‍યાપકરૂપથી ભિન્‍ન હોય છે, કેટલાક મોટી માત્રામાં નુકસાન કરી શકે છે પણ અન્‍ય અપેક્ષાકૃત હાનિરહિત હોય છે.

*  ઘનાઉના આવા સ્‍વોર્મ ભૂકંપોએ હતાહતોની સંખ્‍યા અને સંરચનાને નુકસાન પહોંચાડેલું.

*  આવા ઝૂંડ જલાશયોવાળા ક્ષેત્રોમાં માત્ર ઝટકાનું કારણ બને છે.

*  જ્‍યાં હાલના દિવસોમાં કોઇ પ્રલેખિત ભૂકંપિય ગતિવિધિ ન હોય એવા ક્ષેત્રોમાં પણ આવા ઝૂંડ જોવા મળે છે. જેમ કે રોની ઘાટી ક્ષેત્રમાં આવું જોવા મળ્‍યું.

*  આ પ્રકારના ભૂકંપોમાં કોઇ મુખ્‍ય ઝટકો નથી હોતો.

*  આ આફટર શોકસ પણ નથી.

*  આ તૌર પર અલ્‍પકાલિક હોય છે.

*  પાણીના રીસાવ સાથે ભૂકંપીય ગતિવિધિના કારણે હાઇડ્રો ભૂકંપીયતાને લીધે આ પ્રકારના ભૂકંપો આવે.

*  સિસ્‍મિક સ્‍વોર્મ કે ભૂકંપ ઝૂંડ એક દુર્લભ ઘટના છે. જેમાં ભૂકંપોની તીવ્રતા કમ તથા જીવન અને સંપત્તિનો વિનાશ અપેક્ષાકૃત કમ હોય છે.

*  જોકે કચ્‍છ યુનિ.ના ડિપાર્ટમેન્‍ટ ઓફ અર્થ એન્‍ડ એન્‍વાયરમેન્‍ટના પ્રોફેસર મહેશ ઠક્કર કહે છે કે કચ્‍છ અને સૌરાષ્‍ટ્રના કેટલાક વિસ્‍તારો પહેલેથી જ ભૂકંપની દૃષ્‍ટિએ જોખમી છે એટલે ગુજરાતના લોકોએ તકેદારી રાખવાની જરૂર તો છે જ. આ તકે હું પણ પેલી કહેવત ટાંકીને કહી શકે ‘ચેતતો નર સદા સુખી !'

જયપ્રકાશ માઢક
ઍસ્ટ્રોલોજર:મો. ૯૪૯૯૬ ૮૫૦૮૬

(4:21 pm IST)