Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

મોરબી :નવયુગ સંકુલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિતે વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું.

મોરબી : આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિતે શ્રી નવયુગ સંકુલ વીરપર ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું હતું જેમાં 65 જેટલાં વિવિધ મોડેલ બનાવી બહોળી સંખ્યામાં વિધાર્થીઓએ ભાગ લીધો હતો
આ મોડેલ ચાર્ટ વર્કશોપ સેમીનારમાં સ્પર્ધકોની પસંદગીનું કોઈપણ એક વૈજ્ઞાનિક સિધ્ધાંત આધારીત મોડેલ બનાવી તૈયારીઓ કરી હતી.. સ્પર્ધામાં ભાગ લેનાર અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર, શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા અને તમામ વિદ્યાર્થીઓને લોક વિજ્ઞાન કેન્દ્રના એલ.એમ.ભટ્ટ અને દીપેન ભટ્ટે અભિનંદન પાઠવ્યા છે.

   
(8:54 pm IST)