Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ખાણ ખનીજ વિભાગ ટીમ, અમરેલી દ્વારા ચેકીંગ:ગેરકાયદેસર રેતીનું વહન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ

એક ડમ્પરને કુંકાવાવ નજીકથી પણ ઝડપી લઇ સીઝ કરવામાં આવ્યું

અમરેલી:ખાણ ખનીજ, અમરેલી દ્વારા જિલ્લામાં ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તપાસ ટીમે અમરેલી તાલુકાના લાપાળીયા પાસેથી ભાવનગર જિલ્લાની લીઝના રોયલ્ટી પાસનો દુરઉપયોગ કરી ગેરકાયદેસર રીતે રેતી ખનીજનું વહન કરતા એક ડમ્પરને ઝડપી લઇ સીઝ કરવામાં આવ્યું હતું. 

 

 આ ઉપરાંત જિલ્લાના રોયલ્ટી પાસનો દુરઉપયોગ કરી અનઅધિકૃત્ત રીતે રેતી ખનીજનું વહન કરી રહેલ એક ડમ્પરને કુંકાવાવ નજીકથી પણ ઝડપી લઇ સીઝ કરવામાં આવ્યું હતું. તપાસ ટીમે ગેરકાયદેસર રેતી ચોરી કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

(10:46 pm IST)