Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં શનિવારથી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી

ખેડૂતોને તૈયાર પાક ઉતારી લેવા, ખેત પેદાશો અને ઘાસચારાને સલામત સ્થળે ખસેડવા સૂચના

અમરેલી:અમરેલી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં તા. ૪ માર્ચથી ૬ માર્ચ, ૨૦૨૩ સુધી કમોસમી વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. જિલ્લાના ખેડૂતોને તૈયાર પાક ઉતારી લેવા, ખેત પેદાશો અને ઘાસચારાને સલામત સ્થળે ખસેડવા સૂચના છે. ઉપરાંત એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર તેમજ અન્ય ગોડાઉન ખાતે ખેત જણસીના જથ્થાને સલામત સ્થળે રાખવા ડિઝાસ્ટર મામલતદાર, અમરેલી દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

(10:48 pm IST)