Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ખંભાળિયા ખાતે PC-PNDT એક્ટ હેઠળની જિલ્લા સલાહકાર સમિતિની બેઠક મળી

જિલ્લામાં જન્મ સમયે દીકરીઓના જાતિ પ્રમાણદર અંગે ચર્ચા કરાઈ

દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા પી.સી. એન્ડ પી.એન. ડી. ટી. કાયદા અંતર્ગત જિલ્લા સલાહકાર સમિતિની બેઠકનું આયોજન જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરિટી કમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી ખાતે કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લામાં જન્મ સમયે દીકરીઓના જાતિ પ્રમાણદર અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ભવિષ્યમાં સમાજમાં દિકરા - દીકરી વચ્ચેનો ભેદભાવ દૂર થાય તે હેતુથી વિવિધ પ્રવૃતિઓ કરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઉપરાંત સગર્ભાનું જાતીય પરીક્ષણ કરતા કલીનિકો સામે કડક પગલાં લેવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ભંડેરી, ડો. કાશ્મીરાબેન રાયઠઠ્ઠા તેમજ કમિટીના સભ્યો સહિતના ઉપસ્થિત રહ્યા હતા

(11:01 pm IST)