Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક ૧૭મી માર્ચના મળશે.

મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક આગામી તા.૧૭/૦૩/૨૦૨૩ના રોજ બપોરના ૦૩:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ બેઠકમાં ફરીયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે.

(11:28 pm IST)