Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

પ્રભાસ પાટણ સોમનાથમા ચારે બાજુ ગંદકી ગટરોના પાણી વારંવાર છલકાવાને કારણે લોકો ત્રાહિમામ

સોમનાથ મંદિરની સામે વારંવાર ગટરો ઉભરાતાને કારણે યાત્રિકો પરેશાન

પ્રભાસ પાટણ:પ્રભાસ પાટણ શહેરમાં ચારેબાજુ ગંદકી જોવા મળે છે જ્યાં ત્યાં કચરાના ઢગલા જોવા મળે છે અને આ કચરામાંથી ગાયો પ્લાસ્ટિકનો કચરો ખાઈને મૃત્યુ પામે છે પ્રભાસ પાટણની બજરો અને ગલીઓ ખૂબજ સાંકડી અને ગીચ વસ્તી ધરાવતુ શહેર કયાંય પણ ખૂલ્લી જગ્યા આવેલ નથી મોટા ભાગની જમીન સોમનાથ ટ્રસ્ટ પાસે છે સાંકડી બજારો અને ગલીઓ મા કચરો એકઠો થવાને કારણે લોકો ખૂબજ હેરાન થાય છે અને બિમારી નો ભોગ બને છે નગરપાલિકાના જવાબદાર લોકો કોઈ જાતનુ ધ્યાન આપતા ન હોવાથી લોકો પરેસાન છે

 બજારમાં વારંવાર ગટરો છલકાવને કારણે દુર્ગંધ મારતા પાણી લોકો પરેશાન છે મંચછરો ને કારણે રોગચાળામા વધારો થાય છે ફોગીગ મશીન ફેરવવા આવતુ નથી સોમનાથ મંદિર ની સામેના ભાગે પણ ગટરો ઉભરાવાને કારણે યાત્રિકોને દુર્ગંધ યુક્ત પાણીમાંથી પસાર થવું પડે છે 

  નગરપાલિકાની ધરે ધરે કચરો ઉઘરાવવા માટેનુ વાહન છે પરંતુ નિયમીત આવતુ નથી અને કચરો ભરવાં પણ આવતા નથી પ્રભાસ પાટણ ના લોકો ટેક્ષ ભરવા છતાં સુવિધાઓ મળતી નથી

   
(12:15 am IST)