Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

મોરબી જિલ્લાના ટુ વ્હીલર નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AH સીરીઝના નંબર માટેની ટેન્ડર પ્રક્રિયા તા. ૦૯/૦૩/૨૦૨૩થી શરૂ થનાર છે.તા. ૦૯/૦૩/૨૦૨૩થી તા. ૨૦/૦૩/૨૦૨૩ સુધી અરજદાર www.parivahan.gov.in/ fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા. ૨૦/૦૩/૨૦૨૩ થી તા. ૨૨/૦૩/૨૦૨૩ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા.૨૨/૦૩/૨૦૨૩ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) માં એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે

(12:29 am IST)