Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

સુરેન્દ્રનગર :બેટી બચાવો બેટી પઢાઓ સેલ દ્વારા "દિકરા - દિકરી એક સમાન" અને" સ્ત્રી ભૃણ હત્યા અટકાવવા" વિષય પર વકતૃત્વ સ્પર્ધા

સ્પર્ધામાં ૧ થી ૩ નંબર મેળવેલ વિધાર્થીનીઓને બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા

 સુરેન્‍દ્રનગર: મહિલા અને બાળ અધિકારીની કચેરીનાં  બેટી બચાવો બેટી પઢાઓ સેલ દ્વારા  એલ.એમ.દોશી ઉતર બુનિયાદી  અધ્યાપન મંદિર પી.ટી.સી કોલેજ ખાતે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિધાર્થીનીઓએ "દિકરા - દિકરી એક સમાન" અને " સ્ત્રી ભૃણ હત્યા અટકાવવા" વિષય પર વક્તવ્યો આપ્યા હતા. સ્પર્ધામાં ૧ થી ૩ નંબર મેળવેલ વિધાર્થીનીઓને બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

 આ કાર્યક્રમ દરમિયાન વિધાર્થીનીઓને જલ્પાબેન ચંદેશરા દ્વારા મહિલા બાળ અધિકારીની કચેરીમાં ચાલતી યોજનાની માહિતી આપવામા આવી હતી તેમજ ફિલ્ડ ઓફીસર ભરતભાઇ ડાભી દ્વારા મહિલાલક્ષી કાયદાની માહિતી આપવામા આવી હતી.

(1:04 am IST)