Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

જામકંડોરણા મામલતદારની અનોખી પહેલ

ધોરાજી :  જામકંડોરણા મામલતદાર વિજયભાઈ મુળશીયા , તાલુકા વિકાસ અધિકારી ભુપેન્દ્રભાઈ બગથરીયા , તાલુકા હેલ્થ ઓફીસર ડો. સમીર દવે તેમજ આરોગ્યની ટીમ પોલીસ સ્ટાફ ને સાથે રાખી માસ્ક ડ્રાઈવ નું આયોજન કરવામાં આવ્યું હતું ભાદરાના નાકા સર્કલ , ડંકી ચોક , પટેલ ચોક , સહિત વિવિધ વિસ્તારમાં ધનવંતરી રથ સાથે કરવા આવી હતી ત્યારે માસ્ક વગરના નીકળતા લોકોને ૧૦૦૦ના દંડ ને બદલે માસ્ક આપી ૫૦ થી વધુ લોકોને કોરોના ટેસ્ટ સ્થળ પર જ કરવામાં આવ્યો હતો. આ કોરોના ટેસ્ટ દરમિયાન એક વ્યકિતને કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે જામકંડોરણા સ્થાનિક આરોગ્ય તંત્ર તથા વહીવટી તંત્ર દ્વારા લોકોને માસ્ક પહેરવાની જાહેર અપીલછે.(તસ્વીર : ધર્મેશ બાબરીયા, ધોરાજી)

(11:44 am IST)