Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

દ્વારકા શહેરમાં તંત્ર દ્વારા માસ્ક ડ્રાઈવ : પ્રાંત અધિકારી,નગરપાલિકા પ્રમુખ,પોલીસ, અગ્રણીઓ દ્વારા માસ્ક વિતરણ સાથે જાગૃતતા અભિયાન

દ્વારકા : કોરોના મહામારીના સતત વધતા કેસો વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થતાં વહીવટીતંત્ર દ્વારા સંક્રમણને ખાળવા વિવિધ સ્તરે પ્રયાસો હાથ ધરાયા છે. આજરોજ દ્વારકા શહેરમાં પ્રાંત અધિકારી નિહાર ભેટારીયાની આગેવાનીમાં નગરપાલીકા પ્રમુખ જયોતિબેન સામાણી, પી.આઈ. પી.બી.ગઢવી, પત્રકાર મંડળના પ્રમુખ ચંદુભાઈ બારાઈ સહિતના સ્થાનીય આગેવાનો તેમજ સરકારી કર્મચારીઓની ટીમ દ્વારા દ્વારકા શહેરના પ્રમુખ માર્ગો તેમજ ભીડભાડવાળા વિસ્તારમાં માસ્ક ડ્રાઈવ હાથ ધરાઈ હતી જેમાં માસ્ક વિતરણની સાથે સાથે વર્તમાન પરિસ્થિતિ અનુસાર માસ્ક પહેરવાની આદત કેળવાય તે હેતુ લોકોમાં જાગૃતતા ફેલાય તે માટે અભિયાન ચલાવાયું હતું. પ્રાંત અધિકારી ભેટારીયાએ લોકો માસ્કની આદત ફરજિયાતપણે કેળવે તેવી અપીલ કરી હતી. પાલીકા પ્રમુખ જ્યોતિબેન દ્વારા શહેરમાં રસીકરણના વિવિધ કેમ્પો વિશેની માહિતી આપતાં ૪૫ વર્ષથી ઉપરના તમામ લોકોને વેકસીનેશન કરવા અપીલ કરી હતી. માસ્ક નહિં પહેરનારાઓ સામે આવતીકાલથી દંડની જોગવાઈ પણ હાથ ધરવામાં આવનાર છે.
 

(11:34 pm IST)