Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

વડિયા તાલુકાના ખજુરી ગામે સ્‍વામિનારાયણ મંદિર ખાતે મૂર્તિ પ્રતિષ્‍ઠા મહોત્‍સવનો પ્રારંભ

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા,તા.૨: વડિયા નજીક આવેલ ખજુરી ગામે શ્રી સ્‍વામિનારાયણ દિવ્‍ય ધામ ખાતે વડિયાના અક્ષર નિવાસ પ.પુજય શ્રી પંડીત સ્‍વામી ધર્મ વલ્લભદાસજીના માર્ગદર્શન હેઠળ આજ થી ૪૫ વર્ષે પહેલા મંદિરનુ નિર્માણ થયેલ જે પોરાણિક જુનું થતાં તેની જગ્‍યાએ નુતન નવું મંદિરનું નિર્માણ પરમ પૂજય માનત સ્‍વામી શ્રી રામકૃષ્‍ણ દાસજીની પ્રેરણાથી શાષાી સ્‍વામી આનંદ સ્‍વરૂપ દાસજીના માર્ગદર્શન હેઠળ મંદિર તૈયાર કરી દેવામાં આવ્‍યું છે.

ત્‍યારે સ્‍વામી રંગદાસજી વડતાલ હાલ યુ એસ એ ના સહયોગથી અને ગ્રામજનો આર્થિક યોગદાનથી દિવ્‍ય દૈહીપ્‍યમાન મંદિરનું નિર્માણ થતાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ તા.૩૦/૪/૨૨ને શનિવાર થી તા.૬/૫/૨૨ને શુક્રવાર સુધી ધામધૂમથી ઉજવવામાં આવશે સાથે સાથે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ પણ ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે જેમાં વક્‍તા શાષાી સ્‍વામી શ્રી આનંદ સ્‍વરૂપ દાસજી તથા સ્‍વામી જય પ્રકાશ દાસજી વ્‍યાસપીઠ પરથી શ્રીકૃષ્‍ણ લીલાનું રસપાન કરાવશે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્‍સવ દરમ્‍યાન વડતાલ પીઠાધીપતિ પરમ પૂજય ૧૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના હસ્‍તે પ્રાણપ્રતિષ્ઠાᅠ વિધિ કરવામાં આવશે ત્‍યારે આ પ્રસંગે જુનાગઢ વડતાલ ધોલેરા ગઢપુર ભુજ પ્રદેશના સંતો મહંતો મોટીસંખ્‍યામાં ઉપસ્‍થિત રહેશે તેમજ દેશ વિદેશથી હજારો હરિભક્‍તો પણ પધારશે અને જેમાં અનેક સમાજલક્ષી પ્રવૃતિ પણ થશે ત્‍યારે શાષાી સ્‍વામી આનંદ સ્‍વરૂપ દાસજીએ જણાવ્‍યું હતું કે આ કાર્યકમ ખુબજ સુંદર હશે માટે તમામ હરીભક્‍તો ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે.

(11:00 am IST)