Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

કચ્‍છના સામખિયાળી રેલ્‍વે ગુડ્‍સ રૂમમાં દારૂની મહેફીલઃ કલાર્કે રોક્‍યા તો દારૂડિયા શખ્‍સોએ મારી પૂરી દીધા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨: દારૂબંધીને પડકારતાં માથાભારે શખ્‍સો જાણે કોઈનો ભય ન હોય એમ બેફામ છે. કચ્‍છના સામખિયાળી ગામે રેલ્‍વે ગૂડ્‍સ રૂમમાં રાત્રે પોણા અગિયાર વાગ્‍યે દારૂની મહેફીલ જમાવી બેઠેલા બે દારૂડિયાઓને ક્‍લાર્ક ગુડુકુમાર લલનરાયે રોક્‍યા હતા.

કલાર્કે રોકતાં ઉશ્‍કેરાયેલા બન્ને દારૂડિયા શખ્‍સોએ ત્‍યાં પડેલા પાવડા વડે ક્‍લાર્કને માર મારી રૂમમાં પૂરી દીધા હતાં. તે દરમ્‍યાન કલાર્કે બૂમાબૂમ કરતા અન્‍ય રેલ કર્મચારી દોડી આવ્‍યા હતા અને તેમને હોસ્‍પિટલ પહોંચાડ્‍યા હતા. આ બન્ને અજાણ્‍યા શખ્‍સો વિરુદ્ધ ક્‍લાર્ક ગુડુકુમારે ફરિયાદ લખાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:06 am IST)