Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ચોટીલામાં સર્વપ્રથમ સાયકલોથોન સંપન્‍નઃ ૫૦ થી વધુ સાયકલીસ્‍ટો જોડાયા

‘ગો ચોટીલા ગ્રીન ચોટીલા'નો મેસેજ જોલી એન્‍જોય ગ્રુપ અને પંચાળ પ્રેસ કલબના સહયોગથી વહેતો થયો

(હેમલ શાહ દ્વારા)ᅠ ચોટીલા તા.૨: રવીવારનાં ચોટીલા શહેરમાં ગુજરાતના સ્‍થાપના દિવસની ઉજવણી ગો ચોટીલા ગ્રીન ચોટીલા ના સંદેશા સાથે સર્વ પ્રથમ વખત સાયકલોથોન યોજાયેલ હતી જેમા સમગ્ર પંથકના સાયકલ સવારોએ ઉત્‍સાહભેર જોડાય ને સાયકલ યાત્રા ને સફળ બનાવેલ હતી.

૭૫માં આઝાદી અમૃત મહોત્‍સવની ઉજવણીના ભાગરૂપે રાજયના ૬૩ મા સ્‍થાપના દિવસ ની ઉજવણી અંતર્ગત પંચાળ પ્રેસ ક્‍લબ તેમજ જોલી એન્‍જોઇ ગૃપ ના સહયોગથી રાજયના જાણીતા ફોટો જર્નાલિસ્‍ટ જીજ્ઞેશભાઇ શાહ અને ઇન્‍ટરનેશનલ જુડો કરાટે પ્‍લેયર નયનાબેન રાણા દ્વારા કરવામાં આવેલ હતું.

ચોટીલાથી ભીમગઢ થી રીટર્ન જલારામ મંદિર સુધીનું આ સાઈક્‍લોથોનનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં પચાસ થી વધુ સાયકલીસ્‍ટો એ ભાગ લીધો હતો ચામુંડાધામ માં સૌ પ્રથમવાર આ સાઇક્‍લોથોનનું આયોજન કરવામાં આવેલ જેમાં દરેક નાગરિક પર્યાવરણ અને આરોગ્‍ય પ્રત્‍યે સજાગ બને શહેરમાં નાવિન્‍યતાનો સંચાર થાય, તમામ સાયકલીસ્‍ટો એક સાથે ભેગા મળી ‘ગો ચોટીલા ગ્રીન ચોટીલા' નો મેસેજ આગળ ધપાવે તેવા ઉમદા ઉદ્દેશ સાથે કરવામાં આવેલ હતું જેને જોલી એન્‍જોય ગૃપ અને પંચાળ પ્રેસ ક્‍લબે સહયોગ આપી ને સાયકલોથોન ને સફળતા અપાવી હતી.ᅠ

તાલુકાના શહેર અને ગ્રામ્‍ય પંથકના બાળકો, યુવાનો, યુવતીઓ સહિતના સાયકલ સવારોએ ભાગ લીધો.ᅠ

ચામુંડા માતાજીના જયકાર ભરી ને ઉત્‍સાહ ભેર બાળકો યુવા ભાઇ બહેનો એ સકારાત્‍મક અભિગમ સાથે ૫ કિમી થી વધુ ની સાયકલોથોન કરી સ્‍વાસ્‍થ્‍ય અને પર્યાવરણ પ્રત્‍યે લોકો ને સજાગ કરવા ઉમદા પ્રયાસ કરેલ હતો.ᅠ

જલારામ મંદિર ખાતે શીલ્‍ડ એનાયત સમારોહ યોજાયો હતો જેમાં મંદિર ના ટ્રસ્‍ટી દામજીભાઇ રાઠોડ, જોલી ગૃપ ના વિપુલભાઇ કોટક, અક્ષયભાઇ શેઠ, સુરેશભાઇ ધરજીયા, એકતા સંગઠન ના રણજીતભાઇ ધાધલ, રામ રહિમ ટ્રસ્‍ટ ના મોહસીનખાન પઠાણ, , પ્રેસ કલબ ના અમિતાભાઇ તુરખીયા, પ્રશાંતભાઇ બાવળીયા, જયદિપભાઈ પરાલીયા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતાᅠ

સાયકલોથોન મા ‘ગો ચોટીલા ગ્રીન ચોટીલા'ના સંદેશા સાથે ચામુંડાધામ થી ભીમગઢ ગામ થઈ ને જલારામ મંદિરે પરત પહોચનાર પ્રથમ વિજેતા મેવાડા વિજય પુનાભાઇ દ્વિતીય રાજપુત નિરજ સુરેશભાઇ અને તૃતિય કટેશિયા પાયલ રમેશભાઇ નું જલારામ સત્‍સંગ મંડળ દ્વારા વિશેષ સન્‍માન કરી ટ્રોફી એનાયત કરવામાં આવેલ હતી તેમજ તમામ સાયકલ યાત્રામાં જોડાયેલ તમામ ને ઉપસ્‍થિત આગેવાનો હસ્‍તે શિલ્‍ડ આપી સન્‍માનિત કરી પ્રોત્‍સાહિત કરવામાં આવેલ.

એક સકારાત્‍મક વિચાર જેᅠ પર્યાવરણ અને હેલ્‍થ માટેᅠ દરેક ને ઉપયોગી બને તેવા હેતુ સાથે અલગ પ્‍લેટફોર્મ ના માધ્‍યમ થકી એક સારો સંદેશો સમાજમાં ગુજરાતના સ્‍થાપનાદિનની ઉજવણીના ભાગરૂપે પોહચાડવામાં સાયકલોથોન નિમિત્ત બનેલ સ્‍વસ્‍થ સ્‍વાસ્‍થ્‍ય અને પર્યાવરણ માટે આજના સમયે સાયકલીંગ જરૂરી થઈ પડેલ છે જેનાᅠ ફાયદા અંગે સમજ આપવામાં આવેલ હતી

કાર્યક્રમ ને સફળ બનાવવા પંચાળ પ્રેસ ક્‍લબ અને ચોટીલા ના તમામ પત્રકાર મિત્રો અને જોલી ગૃપ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

(12:13 pm IST)