Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ખેતીની જમીન સોંપી આપવાની નોંધ રદ વારસોના નામો ચડાવવા હુકમઃ રિવિઝન અરજી રદ

જામનગર કલેકટરનાં હુકમને મહેસુલ સચિવે યોગ્‍ય ઠરાવ્‍યો

રાજકોટ તા. ર૮: હૈયાતીમાં વહેચણી નોંધથી માત્ર એક વારસદારને ખેતીની જમીન સોંપી આપવાની નોંધ રદ કરી તમામ વારસોના નામ ચડાવવા હુકમ કરીને હૈયાતીમાં વારસાઇ/વહેંચણી નોંધમાં તમામ વારસદારોના નામ રેવન્‍યુ રેકર્ડમાં ચડાવવા જોઇએ. આ અંગે જામીનગર કલેકટરના હુકમને યોગ્‍ય ઠરાવીને મહેસુલ સચિવે અરજદારની રિવિઝન અરજી રદ કરી હતી.

આ કેસની વિગત એવી છે કે, જામનગર જીલ્લાના જામજોધપુરના ખેડુત ખાતેદાર બાબુભાઇ જસમતભાઇ સવસાણી વારસાઇ ખેતીની જ મીન જામનગર જીલ્લાના જોધપુરના રેવન્‍યુ સર્વે નંબર ૭૧૪ પૈકી ર માં જમીન એકર-ર (બે) ની માલીકી ધરાવતા હતા અને તેઓની હૈયાતીમાં પોતાના પુત્રો/પુત્રીઓ (૧) રમેશભાઇ બાબુભાઇ સવસાણી (ર) રસિકભાઇ બાબુભાઇ સવસાણી (૩) મંજુલાબેન બાબુભાઇ સવસાણી (૪) સરોજબેન બાબુભાઇ સવસાણી (પ) પ્રફુલભાઇ બાબુભાઇ સવસાણી વચ્‍ચે જમીનની વહેચણી કરેલ અને તમામ વારસદારો પૈકી જામજોધપુર મુકામે રહેતા પુત્ર પ્રફુલભાઇ બાબુભાઇ સવસાણીને પુરેપુરી ખેતીની જમીન હૈયાતીમાં સોંપી આપવાનું નકકી કરેલ અને મામલતદાર સાહેબ સમક્ષ હૈયાતીમાં વહેંચણી નોંધ માટે અરજી સોગંદનામાં સાથે રજુ કરેલ, પાંચ વારસદારો પૈકી પુત્ર રસિકભાઇ બાબુભાઇ સવસાણીનું જમીન વહેંચણી અંગેની સહમતી અંગેનું સોગંદનામું રજુ થયેલ ન હોવાથી હૈયાતીની વહેંચણી નોંધ મામલતદારે રદ કરેલ.

ત્‍યારબાદ મામલતદારશ્રી હૌયતીમાં વહેંચણી નોંધ રદ નો હુકમ જામજોધપુરના પ્રાંત અધિકારી સમક્ષ પડકારવામાં આવેલ જેમાં રસિકભાઇ બાબુભાઇ સવસાણીને સામાવાળા પક્ષકાર તરીકે જોડવામાં આવેલ નહીં અને પ્રાંત અધિકારીના હુકમના અધારે રેવન્‍યુ રેકર્ડમાં તમામ વારસદારો પૈકી માત્ર પ્રફુલભાઇ બાબુભાઇ સવસાણીનું નામ ચડાવી ખેતીની જમીન પ્રફુલભાઇ સવસાણીના ખાતે કરવામાં આવેલ જે હુકમથી અન્‍ય વારસદાર રસિકભાઇ બાબુભાઇ સવસાણી નારાજ થતા હુકમની નોંધ અંગે પ્રાંત અધિકાર જામજોધપુર અને ત્‍યારબાદ જામનગરના કલેકટર સમક્ષ અપીલ નોંધાવી રેવન્‍યુ રેકર્ડમાં નોંધની કાર્યવાહી પડકારવામાં આવેલ.

જામનગરના કલેકટરે રસિકભાઇ બાબુભાઇ સવસાણીની તરફેણીના હુકમ ફરમાવી બાબુભાઇ સવસીભાઇ સવસાણીના તમામ વારસોના નામ ફેરફાર નોંધમાં દાખલ કરી રેકર્ડ ઓફ રાઇટના ધોરણે નિકાલ કરવાનો હુકમ કરેલ, કલેકટરશ્રીના હુકમની સામે પ્રફુલભાઇ બાબુભાઇ સવસાણી નારાજ થઇ મહેસુલ સચિવ અમદાવાદ સમક્ષ રીવીજન નોંધાવી કલેકટર સાહેબના હુકમને પડકારેલ જેથી સામાવાળા રસિકભાઇ બાબુભાઇ સવસાણીએ વિનુભાઇ એમ. વાઢેરને તેમના એડવોકેટ તરીકે રોકેલા અને સામાવાળા વતી મહેસુલી ભવન (વિવાદ) સમક્ષ લેખીત તેમજ મૌખીક રજુઆતો કરવામાં આવેલ જે રજુઆતોને મહેસુલ સચિવે ગ્રાહય રાખી જામનગરના કલેકટરના હુકમને યોગ્‍ય ઠરાવી અરજદારની રીવીજન અરજી રદ કરવા હુકમ ફરમાવેલ છે. આ કામમાં મહેસુલ સચિવ અમદાવાદ સમક્ષ સામાવાળા રસિકભાઇ તથા રમેશભાઇ તરફે વિનુભાઇ એમ. વાઢેર તથા અમીતભાઇ ડી. હરણેસા રોકાયેલા હતા.

(12:41 pm IST)