Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

પોરબંદરમાં દારૂના ગુન્‍હાના ર આરોપીઓની પાસા હેઠળ ધરપકડો : વડોદરા અને સુરત જેલહવાલે

પોરબંદર, તા. રઃ  દારૂના ગુન્‍હાના ર આરોપીઓ કમલેશ હુબી અને તથા હિમાંશુ ઉર્ફે હેમુ બાંડિયા બન્નેની પોલીસે પાસા તળે ધરપકડો કરીને અનુક્રમુ વડોદરા અને સુરત જેલમાં મોકલી આપેલ છે.

જુનાગઢ રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનિન્‍દર પ્રતાપસિંહ પવાર  તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ડો.રવિ મોહન સૈનીનાઓની સીધી સુચના અન્‍વયે પોરબંદર જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવળતિ નેસ્‍ત-નાબુદ કરવા તથા આવારા તત્‍વોની પાસા હેઠળના અટકાયતી પગલા લેવા સુચના કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસએલસીબી પીએસઆઇ અધિક્ષકશ્રી પોરબંદર શહેર નાઓના માર્ગદર્શન હેઠળ (૧) હાર્બર પો.સ્‍ટે. ગુ.ર.ન. પાર્ટ સી ૪૮૯/૨૧ પ્રોહી.એકટ કલમ ૬૬(૧)બી,૬૫ઇ,૧૧૬બી,૮૧, મુજબના ગુન્‍હામાં સંડોવાયેલ આરોપી કમલેશ સરમણભાઇ હુણ ઉ.વ.૨૪ રહે. કોલીખડા ગામ, શામળા ફળિયુ, તા.જી.પોરબંદર વાળા વિરૂધ્‍ધમા  એન.એમ.ગઢવી નાએ તથા (૨) કીર્તિમંદિર પો.સ્‍ટે. ગુ.ર.ન. પાર્ટ એ ૦૧૩૩/૨૨ આઇ.પી.સી.ક્‍લમ ૩૨૩,૫૦૪,૧૧૪ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબના ગુન્‍હામાં સંડોવાયેલ આરોપી હિમાંશુ ઉર્ફે હેમુ રામજીભાઇ બાંડીયા ઉ.વ.૨૨ રહે. ખારવાવાડ, ગરબી ચોક, પોરબંદર વાળા વિરૂધ્‍ધમા કીર્તિમંદિર પીઆઇ  ડી.પી.રાઠોડ નાઓએ પાસા દરખાસ્‍ત તૈયાર કરી પોરબંદર જીલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી તરફ મોકલતા જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી પોરબંદર દ્રારા આ સામાવાળાઓને પાસા હેઠળ વડોદરા, સુરત જેલમાં અટકાયતમા રહેવા પાસા વોરન્‍ટ ઇસ્‍યુ કરતા એલ.સી.બી. પી.એસ.આઇ. એન.એમ.ગઢવી એ સામાવાળાઓને પાસા વોરંટની બજવણી કરી મધ્‍યસ્‍થ જેલ વડોદરા, સુરત  ખાતે મોકલી આપેલ છે.    

 કામગીરી કરનાર આધિકારી/કર્મચારી  પોરબંદર કીર્તિમંદિર પીઆઇ શ્રી ડી.બી.રાડોડ, એલ.સી.બી. પી.એસ.આઇ. એન.એમ.ગઢવી, એ.એસ.આઇ. જગમાલભાઇ વરૂ,મહિલા હેડ કોન્‍સ્‍ટટેબલ રૂપલબેન લખધીર તથા, હેડ કોન્‍સ્‍ટેબલ હરદાશભાઇ મ્‍યાજરભાઇ, વિપુલ રાયસીંગભાઇ, નાઓ રોકાયેલ હતા.

(1:45 pm IST)