Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

નેપાળની વિમાન દુર્ઘટના તેમજ સેંદરડા અને ભરુચ ખાતે આકસ્‍મિક ઘટનાઓમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પૂ.મોરારિબાપુની સહાય

રાજકોટ તા.૨ થોડા દિવસો પહેલા નેપાળના જોમસમ વિસ્‍તારમાં એક ખાનગી વિમાન દુર્ઘટનાગ્રસ્‍ત થયું હતું. આ વિમાનમાં ચાલકદલ અને મુસાફરો સહિત કુલ ૨૨ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્‍યા છે. આ પૈકી બે મુસાફરો જર્મનીના છે તેની વિગતો મળી શકી નથી જયારે ૪ ભારતીય સહિતના ૨૦ લોકોને પૂ.મોરારિબાપુ દ્વારા સંવેદના રુપે પ્રત્‍યેક મૃતકના પરિવારને રૂપિયા પાંચ હજાર લેખે એક લાખની સહાય પહોંચાડવામાં આવી રહી છે.

એ જ પ્રમાણે મહુવા તાલુકાના કોટડા ગામે એક જ પરિવારના ચાર વ્‍યક્‍તિઓના ડૂબી જવાથી મૃત્‍યુ થયા છે તેમના પરિવારજનોને પણ રુપિયા ૨૦ હજારની રોકડ સહાય મોકલાઈ છે.ᅠ એ જ દિવસે ભરૂચ નજીકના એક ગામમાં પણ પાંચ વ્‍યક્‍તિઓનું નદીમાં ડૂબી જવાથી મૃત્‍યુ થયા હતા.તેમના પરિવારજનોને પણ રૂપિયા ૨૫ હજારની સહાય પહોંચતી કરવામાં આવેલ છે. આમ કુલ મળીને રુપિયા એક લાખ પિસ્‍તાલીસ હજારની સહાય પૂ.મોરારિબાપુએ મોકલાવેલ છે. તમામ મૃતકો ના નિર્વાણ માટે પૂજય બાપુએ શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરેલ છે અને તેમના પરિવારજનો પ્રત્‍યે ઊંડી સંવેદના વ્‍યક્‍ત કરેલ છે. તેમ જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવાયું છે.

(9:34 am IST)