Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

વડિયાની શ્રી સુરગવાળા હાઈસ્‍કૂલના વિદ્યાર્થી ધ્રુવ હિરપરાએ ખેલ મહાકુંભમા લોન ટેનિસમા રાજયકક્ષાએ બ્રોન્‍જ મેડલ મેળવ્‍યો

લોન ટેનિસમાં વડિયા તાલુકા અને શાળાનુ ગૌરવ વધાર્યું

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા, તા.૨: સમગ્ર રાજયના ખેલાડીઓને પ્‍લેટફોર્મ પૂરું પાડવા માટે અને ગ્રામીણ વિસ્‍તારના બાળકોને રમત ગમત ક્ષેત્રમા પોતાની કારકિર્દી બનાવવા માટે રાજય સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભરૂપી અનેક સ્‍પર્ધાઓનુ આયોજન કરવામાં આવે છે વર્તમાન સમયમા ખેલમહાકુંભ ૨૦૨૨ અંતગર્ત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્‍યુ હતુ. જેમા અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયાની શ્રી સુરગવાળા સાર્વજનિક હાયર સેકન્‍ડરી સ્‍કૂલનો ગ્રામીણ ખેડૂત પરિવારનો વિદ્યાર્થી ધ્રુવ હિરપરાએ લોન ટેનિસમા જિલ્લામા પ્રથમ નંબર મેળવી રાજય કક્ષાએ બ્રોન્‍જ મેડલ મેળવતા અમરેલી જિલ્લા, વડિયા તાલુકા, શ્રી સુરગવાળા હાઈસ્‍કૂલ અને તોરી ગામનું ગૌરવ વધારતા અભિનંદનની વર્ષા થઈ રહી છે. વાસ્‍તવ મા એક ગ્રામીણ વિસ્‍તારમા ખેડૂત પરિવારના સંતાન લોન ટેનિસ જેવી રમતો ના પણ પોતાનું કૌશલ્‍ય બતાવી ઉતીર્ણ બને ત્‍યારે ‘મન હોય તો માળવે જવાય'  કહેવત મુજબ બાળકોમાં રહેલી શુસુપ્ત શક્‍તિઓ વાસ્‍તવ મા કોઈ ક્ષેત્ર મા ખીલી શકે છે. તેના માટે તેમના દ્રઢ મનોબળ અને આત્‍મવિશ્વાસ સાથે ના પ્રયાસ ની જરૂર હોય છે. હવે આ બાળક નેશનલ કક્ષાએ પોતાની શક્‍તિ અજમાવશે અને તેમાં પણ સફળતા મેળવી સમગ્ર વિસ્‍તાર નુ નામ રોશન કરે તેવી શુભકામના આગેવાનો અને સ્‍નેહીઓ પાઠવી રહ્યા છે.

(9:45 am IST)