Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

ખીરસરામાં મૈયાભાઇ સાગઠીયાને મંજુબેને છાતીમાં ઢીકો માર્યો

મંદિર પાસે દારૂ વેંચવાની ના પાડતાં ડખ્‍ખો

રાજકોટ તા. ૨: લોધીકાના ખીરસરામાં રહેતાં અને છુટક મજૂરી કરતાં મૈયાભાઇ અમરાભાઇ સાગઠીયા (ઉ.૪૮)ને સાંજે સાતેક વાગ્‍યે મંજુબેન નામની મહિલાએ છાતીમાં ઢીકો મારી દેતાં દુઃખાવો ઉપડતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી.
મૈયાભાઇના કહેવા મુજબ મંજુબેન મંદિર નજીક દારૂ વેંચવા આવતી હોઇ તેને ના પાડતાં ઉશ્‍કેરાઇ જઇ ઝઘડો કરી ઢીકો મારી દીધો હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

 

(11:34 am IST)