Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

વડિયામાં જુગાર રમતા ૭ શખ્‍સોની રોકડ સાથે ધરપકડ

વડિયા,તા.૨ : અમરેલી જિલ્લા મા કાયદો અને વ્‍યવસ્‍થા ની સ્‍થિતિ જાળવવા સાથે ગેરકાનૂની પ્રવૃતિઓ પર રોક લગાવવા જિલ્લા પોલીસ વડા  હિમકરસિંહ ની સૂચના થી વડિયા પોલીસ દ્વારા વડિયા પોલીસ દ્વારા દેવગામ થી વસાવડ જવાના રસ્‍તે જાહેર મા જુગાર રમતા હોય તેવી બાતમી ના આધારે વડિયા પીએસઆઇ ચાવડા અને તેમની ટીમ દ્વારા રેડ કરવામાં આવતા સાત શખ્‍સો ને જાહેરમાં સ્‍ટ્રીટ લાઈટ ના અંજવાળે જુગાર રમતા ૩૧૨૪૦/-ના મુદ્દા માલ સાથે ઝડપ્‍યા હતા. જેમા ૨૫૨૪૦/-રોકડ અને ત્રણ મોબાઈલ ફોન નો સમાવેશ થાય છે. જુગાર રમતા શકુનીઓ મા હિરેન સેલડિયા,આશિષ પાનસેરીયા, અશ્વિન પાનસેરીયા,કમલેશ પટોળીયા, છગન અંટાળા,મુકેશ વસોયા,અશોક પંચાણી નામના શખ્‍સોને વડિયા પોલીસના પીએસઆઇ પી બી ચાવડા,એમ એન ગઢવી,પીડી કલસરીયા,નરેશ સાગઠીયા દ્વારા સફળ રેડ કરવામાં આવી હતી. ભીમઅગિયારસ પેહલા થયેલી આ રેડ થી સમગ્ર પંથક મા જુગારીઓ મા ફફડાટ જોવા મળી રહ્યો છે.

(4:31 pm IST)