Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

સાવરકુંડલાઃ જીઇએમ પોર્ટલ ઉપર ખરીદીમાં થતો ભ્રષ્‍ટાચાર અટકાવવા રજુઆત

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ર : સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્‍ય પ્રતાપભાઇ દુધાતે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલને પત્ર પાઠવીને જીઇએમ પોર્ટલ ઉપર ખરીદીમાં થતો ભ્રષ્‍ટાચાર અટકાવવા માંગણી કરી છે.

તેઓએ વધુમાં જણાવ્‍યું છે કે સરકાર દ્વારા સરકારી વિભાગોની તમામ ખરીદી જીઇએમ પોર્ટલ પર ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં હાલ ભ્રષ્‍ટાચાર થઇ રહ્યો છે અને સરકારી તંત્ર દ્વારા જે સાધન સામગ્રી ખરીદી કરવાનો ઓન લાઇન ઓર્ડર કર્યા પછી પણ સાધન સામગ્રી સમય સર મળતી નથી. અને બજાર ભાવ કરતા વિપરીત ભાવો હોય છે. દા.ત.ગાર્ડન બેંચ (બાકડા) જેની જીઇએમ પોર્ટલ પર તેમની રકમ ૭૦૦૦ જેટલી હોય છે, અને વાસ્‍તવિક બજાર ભાવ રપ૦૦ જેટલો હોય છે આમ આ જીઇએમ પોર્ટલ પર વધુ ભાવો લઇને મોટા ભ્રષ્‍ટાચાર આચરવામાં આવી રહ્યો છે. મારા મત વિસ્‍તારમાં એમ્‍બ્‍યુલન્‍સ માટે મારી ગ્રાન્‍ટમાંથી ૯૦૦૦૦૦ ફાળવેલ હોય પરંતુ જીઇએમ પોર્ટલ પર ખરીદી થઇ શકતી ના હોવાથી લોકો સેવાથી વંચિત રહી જવા પામે છે તેમ અંતમાં પ્રતાપભાઇ દુધાતે જણાવ્‍યું છે.

(1:04 pm IST)