Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

હાઇકોર્ટની શરતોને ભંગ કરતા ધોરાજીના ઝાંઝમેર ગામનાં સરપંચના પતિની જામીન અરજીને અદાલતે ફગાવી દીધી

ધોરાજી, તા.૨: ધોરાજીના ઝાંઝમેરના સરપંચના પતિ પુનિત ઉર્ફે વિપુલ ઉર્ફે જોન્ટી રવજીભાઈ બગડાના હાઈકોર્ટે મંજૂર કરેલ જામીન ધોરાજી સેશન્સ કોર્ટ રદ કરેલ છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે વર્ષ ૨૦૨૦ના પ્રોહીબીશનના ગુનામાં પ્રથમ ધોરાજી કોર્ટ દ્વારા આરોપી પુનિત ઉર્ફે વિપુલ ઉર્ફે બંટી ના જામીન નામંજૂર કરતા ગુજરાતની વડી અદાલતમાં જામીન અરજી દાખલ કરવામાં આવેલી હતી અને તેમાં ગુજરાતની વડી અદાલતે આરોપીને એવી શરત થી જોડાયેલા હતા કે તેમણે રાજકોટ જિલ્લાની હદમાં પણ પ્રવેશ કરવો નહીં અને ગુજરાત રાજ્યની હદ કોર્ટની મંજૂરી વગર છોડવી નહીં.

ત્યાર બાદ આરોપી વિપુલ ઉર્ફે પુનિતઉર્ફે જોન્ટી એ આ અંગેનું બોર્ડ પણ આપેલું હતું. ત્યાર બાદ આરોપી વારંવાર આ શરતોનો ભંગ કરતો હતો તેમણે પોતાના પત્ની ચૂંટણી માટે પણ પ્રચારમાં હાજર રહેવા માઇક માટેની મંજૂરી પોલીસમાં પાસે માગેલી હતી. જેને લઇને અગાઉ તેમના જામીન રદ કરવાની માંગણી કરવામાં આવેલ હતી પરંતુ  અદાલતે એ પ્રથમ વખત આ આરોપી વિપુલ ઉર્ફે પુનિત ઉર્ફે જોન્ટી ને ઠપકો તથા તાકીદ આપી અને આગળ કાર્યવાહી કરવા હુકમ કરેલો હતો.

પરંતુ આરોપી પુનિત ઉર્ફે વિપુલ ઉર્ફે જોન્ટી તેમણે રજિસ્ટર્ડ કરાવેલ જૂનાગઢના સરનામે પણ મળી આવેલ નહીં અને ધોરાજીમાં પણ વારંવાર આવતા હતા તથા ગુજરાત રાજ્યની હદમાં રાજસ્થાન પણ ગયેલા હતા. અને આ સમયગાળા દરમિયાન તેમની સામે ૨૪ /૪/ ૨૦૨૨ના રોજ પ્રોહીબીશન અંગેનો નવો એક ગુનો પણ દાખલ થયેલો હતો. આ તમામ ગુનામાં વિપુલ ઉર્ફે પુનિત ઉર્ફે જોન્ટી અદાલત સમક્ષ હાજર ન રહેતા રૃપિયા દસ હજારના જામીન પડેલા હતા તેમને પણ અદાલતે રૃપિયા ૧૦,૦૦૦ દંડ તથા રૃપિયા ૧૦,૦૦૦ જમા નિકટના ભરાયેલા હતા. અને હાલ આરોપી નાસતા ફરતા હોય કલમ ૮૨ મુજબ જાહેરનામું બહાર પાડ્યું હતું. ત્યાર બાદ આરોપી નામદાર અદાલતમાં સરન્ડર થયેલા હતા અને હાલ જેલહવાલે છે.

આ બધા સંજોગોમાં ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર અનિરુદ્ધસિંહ ગોહિલ એ ગુજરાતની વડી અદાલત ના જામીનના શરતનો ભંગ થવા બદલ ધોરાજીના  એડિશનલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ સમક્ષ આરોપીના જામીન પ્રોહિબિશનના ગુનામાં પણ રદ્દ કરવા માટે અરજી કરેલી હતી. તે અરજીના ગુણ દોષ તથા લાંબા સમયની બંને પક્ષોની દલીલો સાંભળી અને એડિશનલ સેશન્સ જજ શ્રી રાહુલકુમાર શર્માએ આરોપી પુનિત ઉર્ફે વિપુલ જોન્ટી ના જમીન રદ કરેલ હતા અને આરોપીને સરન્ડર થવા સુચના આપેલ હતી.

(4:32 pm IST)