Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી સન્માન નિધિ

મોરબી :  કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે જીલ્લા પંચાયત મોરબી કારોબારી અધ્યક્ષ જયંતીભાઈ પડસુંબિયાના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી સન્માન નિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું   આ કાર્યક્રમમાં સીમલા ખાતેથી પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના પ્રોગ્રામનું જીવંત   પ્રસારણ આ કેન્દ્ર ખાતેથી ખેડૂતોને બતાવવામાં આવ્યું. તેમજ આ પ્રોગ્રામમાં  પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન દાઝી બાપુએ આપ્યું હતું કાર્યક્રમ જિલ્લા ખેતીવાડી અધિકારી ચૌહાણ અને આત્મા પ્રોજેકટ ડાયરેકટર દલસાણીયાભાઈના સંકલનથી યોજવામાં આવેલ. આ પ્રોગ્રામનું સમગ્ર સંચાલન આ કેન્દ્રના ઇન્ચાર્જ ડી.એ.સરડવા અને નિલેશભાઈ વાધડિયા દ્વારા કરવામાં આવેલ.

(1:13 pm IST)