Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

મોરબી સિરામિક ઉદ્યોગપતિઓએ ગેસના ભાવ મામલે ગાંધીનગર રજૂઆત કરી

 મોરબી,તા.૨ : સિરામિક ઉદ્યોગ હાલ મંદીના માહોલમાંથી પસાર થઇ રહ્યો છે અને નેચરલ ગેસના ભાવો વધુ હોય જેથી ગેસના ભાવના પ્રશ્ને આજે ઉદ્યોગપતિઓએ ગાંધીનગર ખાતે નાણામંત્રીને રજૂઆત કરવામાં આવી હતી

 મોરબી સિરામિક એસોના - પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ઉધરેજા, કિશોરભાઈ ભાલોડીયા તેમજ કમિટી મેમ્બર અનીલ સુરાણી, પરેશભાઈ ઘોડાસરા, મહેન્દ્રભાઈ ફેફર સહિતના અગ્રણીઓ આજે ગાંધીનગર ગેસના ભાવોની રજૂઆત માટે પહોંચ્યા હતા સાંસદ મોહનભાઈ કુંડારિયા અને પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાને સાથે રાખીને ઉદ્યોગપતિઓએ નાણા મંત્રી કનુભાઈ દેસાઈ સાથે મુલાકાત કરી હતી જેમાં સિરામિક ઉદ્યોગમાં સપ્લાય થતા નેચરલ ગેસના ભાવો મામલે રજૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે પંચાયત મંત્રી બ્રીજેશભાઈ મેરજા અને સાંસદ મોહનભાઈ કુંડારીયાએ  હાલ સિરામિક ઉદ્યોગ કેવી મંદીમાંથી પસાર થઇ રહ્યું છે તે સ્થિતિ અંગે નાણા  પ્રધાન કનુભાઈ દેસાઈને અવગત કરાયા હતા ત્યારે કનુભાઈ દેસાઈએ પણ હકારાત્મક અભિગમ દાખવી પ્રશ્નના નિકાલની ખાતરી આપી હતી.

(1:19 pm IST)