Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

મોરબીના ધાડના ગુન્હામાં ૧૩માં વર્ષથી વોન્ટેડ આરોપી ચોટીલા પંથકમાંથી પકડાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. રઃ છેલ્લા ૧૩ વર્ષથી ધાડ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા અને નાસ્તા ફરતા આરોપીને મોરબીની પેરોલ ફર્લો સ્કવોડે ચોટીલાના પાંચવડા ગામ ખાતેથી ઝડપી લીધો હતો.

મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી અને એલસીબી પી આઈ એમ આર ગોઢાંણીયાના માર્ગદર્શન હેઠળ એન.બી.ડાભી પો.સબ.ઇન્સ. એલ.સી.બી મોરબી તથા એન.એચ. ચુડાસમા પો.સબ.ઇન્સ. એલ.સી.બી માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ. જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબી તાલુકા પો.સ્ટે.ના ગુન્હા માં ૧૩ વર્ષથી નાસતા ફરતો આરોપી ફતેસિંહ લખમણ સંગાડીયા ઉ.વ.૪૫ હાલ.ચોટીલા તાલુકાના પાંચવડા ગામની સીમમાં છુપાયેલો છે. જેથી પોલીસે પાંચવડા ગામની સીમમાંથી દરોડો પડી આરોપીને પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.

ખ્લ્ત્ પોલાભાઇ ખાંભરા, રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ, કૌશીકભાઇ મારવણીયા તથા ણ્ઘ્ વિક્રમસિંહ બોરાણા, ચંન્દ્રકાંતભાઇ વામજા, રામભાઇ મંઢ, સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, દશરથસિંહ ચાવડા,  યોગીરાજસિંહ જાડેજા તથા ભ્ઘ્ બ્રિજેશભાઇ કાસુન્દ્રા, રવિરાજસિંહ ઝાલા, અશોકસિંહ ચુડાસમા તથા પરાક્રમસિંહ જાડેજા વિગેરે આ કામગીરીમાં જોડાયા હતા.

(1:20 pm IST)