Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

ઓટો રીક્ષામાં ભૂલી ગયેલ કપડા સહીતના રૂ. ૧૫,૦૦૦ની કીંમતનો થેલો નેત્રમ શાખા જૂનાગઢ શોધી કાઢેલ

જુનાગઢ,તા.૨ :  અહીંના કમલેશભાઇ દાનાભાઇ માવદીયા   કૃષી યુની. કેમ્પસમાં રહેતા હોય  હરીદ્રારની યાત્રા કરી જૂનાગઢ ખાતે આવેલ હોય અને ગાંધી ચોકથી જૂનાગઢ કૃષી યુની. કેમ્પસમાં પોતાના ઘરે જવા માટે ઓટો રીક્ષામાં બેઠેલ, તેમના કપડા, યાત્રા દરમ્યાન ખરીદી કરેલ કીંમતી વસ્તુ અને ડોક્યુમેન્ટ સહીત કુલ રૂ. ૧૫,૦૦૦/-ની કીંમતના સામાનનો થેલો ઓટો રીક્ષામાં ભુલાઇ ગયેલ,. કમલેશભાઇ દ્રારા આ બાબતની જાણ સી ડીવીઝન પો.સ્ટે.ના પી.ઍસ.આઇ. જે.જે. ગઢવીને કરતા નેત્રમ શાખા (કમાન્ડ  કંટ્રોલ સેન્ટર)ના પી.ઍસ.આઇ. પી.ઍચ.મશરૂને આ બાબતની જાણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

ડીવાયઍસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડીવીઝન પો.સ્ટે.ના પો.કો. અશોકભાઇ રામ, હાર્દિક સિંહ સીસોદીયા, ઍન્જી. મસઉદ અલીખાન પઠાણ સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી કમલેશભાઇ જે સ્થળથી પસાર થયેલ તે સમગ્ર રૂટના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ ઘ્ઘ્વ્સ્ ફૂટેજ ચેક કરતા કમલેશભાઇ ગાંધીચોકથી ઓટો રીક્ષા બેઠેલ તે રીક્ષાને ટ્રેક કરતા રીક્ષા કૃષી યુની. સુધી ઘ્ઘ્વ્સ્ ઘ્ખ્પ્ચ્ય્ખ્માં નજરે પડેલ. ઘ્ઘ્વ્સ્ ઘ્ખ્પ્ચ્ય્ખ્માં કમલેશભાઇ અને તેમનો પરીવાર ઓટો રીક્ષામાંથી ઉતરતા સમયે પોતાનો થેલો ઓટો રીક્ષામાં જ ભુલી ગયાનુ ધ્યાને આવેલ. ઘ્ઘ્વ્સ્ ફૂટેજ દ્રારા તે ઓટો રીક્ષાનો નંબર ઞ્થ્ ૦૬ ખ્શ્ ૬૦૪૬ શોધી કાઢવામાં આવેલ.

  તે ઓટો રીક્ષાના નંબરની માહિતી આધારે રીક્ષા ચાલક અનવર નાણેજા હોવાનુ શોધી કાઢવામાં આવેલ હતુ. રીક્ષા ચાલકને નેત્રમ શાખા દ્રારા શોધી પૂછ પરછ કરતા તેમને પોતાની રીક્ષામાં કોઇ પેસેન્જર સામાન ભુલી ગયાનુ ધ્યાને આવેલ પરંતુ આ સામાન કોનો છે? તે તેમને માલુમ ના હતુ. જૂનાગઢ પોલીસ દ્વારા કમલેશભાઇનો રૂ. ૧૫,૦૦૦/-ની કિંમતનો થેલો સહી સલામત પરત કરેલ હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પોતાનો ખોવાયેલ થેલો સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂર્ણ કાર્યવાહીથી પ્રભાવિત થઈને કમલેશભાઇ દ્રારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

(1:26 pm IST)