Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

ખંભાળીયાના ગોઇજ ગામે ૩૩૦ વૃક્ષોનું રોપણ કરાયું

ખંભાળિયા, તા. ર : તાલુકાના ગોઇજ ગામે ગોઇજ મિત્ર મંડળ તથા ગામના રહીશો આગેવાનો દ્વારા ગામને હરિયાળુ બનાવવાના ભાગ રૂપે તાજેતરમાં ચોમાસા પહેલા જુદા જુદા વિસ્તારોમાં ૩૩૦ વૃક્ષોનું રોપણ કરીને પર્યાવરણ તંત્રે મહત્વની કામગીરી કરી હતી.

ગોઇંજ ગામ તથા ગોઇંજના રહેવાસી વિદેશ રહેતા લોકો ગામની દીકરીઓ દ્વારા વૃક્ષારોપણ કરીને વૃક્ષો માટે કેબલ ઇલેકટ્રીક મોટર, બોર તથા જરૂરી વસ્તુઓનું પણ આયોજન કર્યુ છે.

વૃક્ષારોણમાં લીમડા, પીપડા, વડલા, ઉંમરા, જાંબુડા, આસોપાલવ, બીલીપત્ર, કરંજ, અર્જુન સહિતના વૃક્ષોનો સમાવેશ કરાયો છે.

રતનબેન શાંતિલાલ રાયશી મારૂ પરિવાર દ્વારા પાણીના બોર, પાઇપ તથા ઇલકેટ્રીક ફીટીંગની સહાય કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં ગોઇંજના ભાવેશભાઇ હરિયા સહિતના કાર્યકરો જાડાયા હતા. 

(1:26 pm IST)