Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

જામનગર રાજકોટ હાઈ-વે ઉપર વેપારીને આંતરી છરી દેખાડીને ૮૩.૫૦૦ની લૂંટ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨: પંચ એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ગૌરવ રાકેશભાઈ શર્મા, ઉ.વ.ર૬, રે. રામોલ રાજીવનગર  ટેકરા, ટોલ નાકા પાસે, જમાઈ નગર, મહમદઅનીશ અબ્‍દુલરઝાક સૈયદના મકાનમાં, અમદાવાદ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, આરોપીઓ બે અજાણ્‍યા ઈસમો એ લુટ કરાવાનો સમાન ઈરાદો પાર પાડવા મોટર સાયકલ ઉપર તા.૧-૬-ર૦રરના જામનગર-રાજકોટ હાઈવે રોડ કાઠે શિવશકિત ટ્રાન્‍સપોર્ટ પાસે ફરીયાદી ગૌરવ તથા સાહેદો પાસે જઈ ફરીયાદ તથા સાહેદોને છરી બતાવી ડરાવી ફરીયાદી ગૌરવ તથા સાહેદો પાસેથી મળી કુલ રોકડા રૂપિયા ૭પ,પ૦૦/- તથા એડ્રોઈડ મોબાઈલ કિંમત રૂ.૮૦૦૦/- મળી કુલ રૂ.૮૩,પ૦૦/- ના માલમતાની લુંટ કરી નાશી જઈ ગુનો કરેલ છે.

પાનની પીચકારી મારવા

બાબતે છરી વડે હુમલો

સીટી એ પોલીસ સ્‍ટેશનમાં સાજીદ રહીમભાઈ રાસલીયા, ઉ.વ.૩૯, રે. સેટેલાઈટ સોસાયટી શેરી નં.-ર, કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૧-પ-ર૦રરના નેશનલ પાર્ક, આઈશા મસ્‍જિદ પાસ  ફરીયાદી સાજીદભાઈના પત્‍ની તથા દિકરી પોતાના ઘરે જતા હોય ત્‍યારે રસ્‍તામાં આરોપી સમીર ઉર્ફે બાપુડીએ બાજુ માંથી નીકળી પાનની પીચકારી મારેલ બાદ ફરીયાદી સાજીદભાઈ સમજાવવા જતા એકદમ ઉશ્‍કેરાઈ જઈ ભુંડી ગાળો આપી ફરીયાદી સાજીદભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી નેફામાંથી છરી કાઢી જમણા હાથની આંગળીઓમાં છરીનો ઘા મારી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

રહેણાક મકાનમાં હાથફેરો કરતો તસ્‍કર

સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં મોહમદ હાસમભાઈ થૈયમ, ઉ.વ.પપ, રે. ગરીબનગર પાણાખાણ ઈદ મસ્‍જિદ પછાળ, બેડેશ્‍વરએ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૯-પ-ર૦રરના ફરીયાદી મોહમદભાઈના ઘરમાં રાત્રીના કોઈ અજાણ્‍યો ચોર પ્રવેશ કરી રૂમમાં આવેલ લાકડાના કબાટમાં રહેલ રોકડા રૂપિયા ૯૦,૦૦૦/- તથા કાનમાં પહેરવાની ત્રણ જોડી સોનાની બુટી જેની કિંમત રૂ.પ૮,૦૦૦/- તથા એક સોનાની જુનવાણી બુટ્ટી જેની કિંમત રૂ.રપ,૦૦૦/- તેમજ ફરીયાદી મોહમદભાઈના પાડોશી-સાહેદ ના ઘરમાં રહેલ વિવો કંપનીનો વાય-ર૦ એ મોબાઈલ જેની કિંમત રૂ.૭૦૦૦/- એમ કુલ કિંમત રૂ.૧,૮૦,૦૦૦/- ની ચોરી કરી નાશી જઈ ગુનો કરેલ છે.

દુકાનમાંથી બીયરના છ નંગ ટીન ઝડપાયા

સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. મયુરરાજસિંહ જયેન્‍દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧-૬-ર૦રરના સાત રસ્‍તા પાસે જલારામનગર પાસે આવેલ બજરંગ પાન નામની દુકાને આરોપી નાથાલાલ કાનાભાઈ મારુ એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્‍જા ભોગવટાની દુકાનમાં બીયર ટીન નંગ-૬, કિંમત રૂ.૬૦૦/- નો વેચાણ અર્થે રાખી રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે. તથા અન્‍ય આરોપી દિનેશભાઈ નરશીભાઈ લીંબાસીયા, ભીખાભાઈ ભારાઈ ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રહેણાક મકાનમાંથી મોબાઈલ ચોરાયો

સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં મનોજ નારાયણભાઈ રાઠોડ, ઉ.વ.ર૩, રે. બેડી બંદર રોડ, રવીપાર્ક શેરી નં.૬, નીલકંઠ પાર્કની સામે, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭-પ-ર૦રરના ફરીયાદી મનોજના રહેણાક મકાને તેનો સેમસંગ કંપનીનો એ-૧૩ મોબાઈલ ફોન જેના આઈ.એમ.આઈ. નં.(૧) ૩પ૭૦૪૦૭૩૪૩૪૦૬૬૯ તથા ૩પ૯૦૭૧૧ર૪૩૪૦૬૬૦ હોય જેની કિંમત રૂ.૧પ૦૦૦/ નો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

દારૂની બે બોટલ સાથે ઝડપાયો

પંચકોશી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. જયદીપસિંહ સુરેન્‍દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧-૬-ર૦રરના જી.આઈ.ડી.સી. ફેસ-૩, મહાવીર સર્કલ પાસે આરોપી જયપાલસિંહ કલુભા રાઠોડએ પોતાના કબ્‍જામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈગ્‍લીશ દારૂની બોટલ નંગ-ર, કિંમત રૂ.૧૦૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

યુવાને ગળાફાંસો ખાઈ આયખું ટુકાવ્‍યું

અહીં એમ્‍યુઝમેન્‍ટ પાર્ક સામે જડેશ્‍વર રેસીડેન્‍સી જામનગરમાં રહેતા મનીષાબેન નરેશભાઈ પરીયાર, ઉ.વ.૩૬ એ સીટી ભસીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧-૬-ર૦રરના નરેશભાઈ ગગનભાઈ પરીયાર, ઉ.વ.૪૦ એ પોતે પોતાના રહેણાક મકાનમાં કોઈ અગમ્‍ય કારોણસર છતમાં લગાવેલ પંખામાં પોતાની જાતે ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લેતા મરણ થયેલ છે.

દારૂની બોટલ સાથે બે ઝડપાયા

સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. રાજેશભાઈ ભીમજીભાઈ બથવાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર-૬-ર૦રરના સર્વોદય સોસાયટી, રાધીકા કલાસીસ વાળી શેરી, લસણના ગોડાઉનની સામે આરોપી શકિતસિંહ વિક્રમસિંહ વાઘેલા, જયરાજસિંહ હસમુખસિંહ જાડેજા, રે. જામનગરવાળા એ પોતાના કબ્‍જા ભોગવટામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧૭, કિંમત રૂ.૮પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

બાવરી વાસમાં ઝડપાયો

સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. દર્શિતભાઈ જગદીશભાઈ સીસોદીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર-૬-ર૦રરના બાવરી વાસ ખુલ્લા ફાટક પાસે આરોપી આદીલ હારૂનભાઈ બ્‍લોચએ પોતાના કબ્‍જા ભોગવટામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ.પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

જુગાર રમતા પાંચ ઝડપાયા

જામનગર : સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હરદીપભાઈ વસંતભાઈ બારડ એ ફરીયાદ નોંધાવી છે કે, તા..ર-૬-ર૦રરના બેડી પધર કબ્રસ્‍તાનની બાજુમાં, લંઘાના ઘર પાસે આરોપીઓ હુશેન ઈલ્‍યાસભાઈ કમોરા, એલીયાસ હારૂન જામ, હનીફ હુશેન સાયચા, રજાક હારૂન સેરાત, શબીર સીદીક પાલાણી ગંજીપતાના પાના વડે રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૦પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

સતાપર ગામે રીવોલ્‍વર સાથે ઝડપાયો

જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રોહિત નારણભાઈ ભાટીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર-૬-ર૦રરના સતાપરગામ બસ સ્‍ટેશન પાસે આરોપી નટવરલાલ કાળુભાઈ તેરૈયા, રે. જુનાગઢવાળો કોઈ કાયદા વિરૂઘ્‍ધમાં હેતુ માટે વાપરવાના ઈરાદેથી રીવોલ્‍વર અગ્નીશસ્‍ત્ર સાથે ઝડપાઈ ગયેલ છે.

(4:29 pm IST)