Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

જુનાગઢનાં ચોરવાડનો ભરત કોળી પાસા હેઠળ જેલ હવાલે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર : ક્રાઇમ બ્રાન્ચના ઇંચા.પો. ઇન્સ. એચ. આઇ.ભાટ્ટીના માર્ગદર્શન હેઠળ પો.સબ. ઇન્સ. ડી.ઇન્સ. ડી.જી.બડવા તથા પો.સ્ટાફ વોચ તપાસમાં હતા. દરમ્યાન પો.કોન્સ. દિપકભાઇ બડવા તથા દિવ્યેશભાઇ ડાભી, ભરતભાઇ ઓડેદરાને સંયુકતમાં ખાનગીરાહે ચોકકસ બાતમી હકિકત મળેલ કે વોરન્ટટનો આરોપી ભરતભાઇ લખમણભાઇ પંડીત, કોળી ઉ.૩૮રહે. ચોરવાડ, રામવાવ ચોક, હોલીડે-રોડ, તા. માળીયા હાટીના જી. જુનાગઢવાળો હાલ તેના રહેણાંક મકાન પાસે હોવાની બાતમી હકિકત આધારે સદર જગ્યાએ તપાસ કરતા હાજર મળી આવતા હસ્તગત કરી કોવીડ-૧૯ ટેસ્ટ નેગેટીવ આવતા અટક કરી સેન્ટ્રલ જેલ, અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવેલ છે.

આ કામગીરી રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીની સુચનાથી ઇ.ચા. પોલીસ ઇન્સપેકટર એચ. આઇ.ભાટ્ટી, પો.સ. ડી.જી.બડવા, પો. હેડ. કોન્સ જીતેષ એચ.મારૂ, નિકુલ એમ.પટેલ તથા પો.કોન્સ. દિપકભાઇ બડવા, ભરતભાઇ ઓડેદરા, દિવ્યેશભાઇ ડાભી તથા વુ.પી.કોન્સ. રાજેશ્રી દિવરાણીયા વિગેરેએ કરી હતી.

(1:17 pm IST)