Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

જુનાગઢ જિલ્લા મથકે સીનીયર કલાર્ક તેમજ નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદારની પરિક્ષાઓ સંપન્ન

સીનીયર કલાર્કની પરિક્ષામાં પ૭૩૮ હાજર અને ૪૧૪૯ ગેરહાજર તેમજ નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદારની પરીક્ષામાં ૭૭૮૪ હાજર અને ૮૩૧૪ ગેરહાજરઃ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાય અને તેમની કચેરીની પ્રશંસનીય કામગીરી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર : જુનાગઢમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી   મંડળ દ્વારા તા.૩૧ ને શનીવારના રોજ સીનીયર કલાર્ક વર્ગ-૩ ની પરિક્ષા યોજાયેલ તેમજ તા.૧ને રવિવારના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદારની પરિક્ષા યોજાઇ હતી.

જેમાં જીલ્લા કલેકટરશ્રી  ચિતરાજ અને અધિક નિવાસી કલેકટર શ્રી આર.એસ. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ નાયબ કોર્ડિનેટર સ્ટ્રોગ રૂમ કંટ્રોલર આસીસ્ટન્ટ કોર્ડિનેટર ૪૧ આયોગના પ્રતિનિધી (વર્ગ-૧,ર) ૪૧ સ્થળ સંચાલક અને અન્ય સ્ટાફની નિમણુંક કરવામાં આવી હતી.

આ પરિક્ષામાં વધુ તકેદારી રાખવા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાંથી આયોગના ઝોનલ કો.ઓર્ડિનેટરશ્રીઓની નિમણુંક કરવામાં આવેલ પરિક્ષાર્થીઓ માટે બેઠકથી લઇ અન્ય વ્યવસ્થાઓ માટેની જવાબદારી જેમના શિરે રહેલી તેવા જીલ્લા શિક્ષણાધિકારી શ્રી આર.એસ. ઉપાધ્યાય અને તેમની કચેરીના શિક્ષણ નિરીક્ષક રણ વિરસિંહ પરમાર, એલ.વી. કરમટા તેમજ મદદનીશ શિક્ષણાનિરીક્ષક વી.જી.વડાલીયા, વી.એલ. ભુત સિનીયર કલાર્ક આર.બી. મહાવદીયા, એચ.પી.દવે, પી.એમ. વાઘેલા સહિતની ટીમ સતત ખડે પગે રહી વ્યવસ્થા સંભાળી હતી.અને રવિવારે રજાનો દિવસ હોય છે તા.જીલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં સાંજ સુધી કામગીરીનો ધમધમાટ જોવા મળ્યો હતો.

આ પરીક્ષાઓ અંગે વિગત આપતા જીલ્લા શિક્ષણાધિકારી શ્રી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું. કે તા.૩૧ ને શનીવારના રોજ કુલ ૪૧ પરિક્ષા કેન્દ્રો પર સીનીયર કલાર્કની પરિક્ષા લેવાયેલ જેમાં ૪૧ર બ્લોકમાં પ૭૩૮ ઉમેદવારોએ પરિક્ષા આપેલ અને ૪૧૪૯ ગેરહાજર રહ્યા હતા તેમજ તા.૧ને રવિવારે યોજાયેલ નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદારની પરીક્ષામાં ૬૮ પરિક્ષા કેન્દ્રોના ૬૭૧ બ્લોકમાં ૭૭૮૪ ઉમેદવાર હાજર રહેલ અને ૮૩૧૪ ગેરહાજર રહ્યા હતા અને શાંતિ પૂર્ણ માહોલમાં બે દિવસ સુધીની પરિક્ષા સંપન્ન થયેલ હતો.

(1:17 pm IST)