Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

ધ્રોલના મોટા વાગુદડ ખાતે જન્માષ્ટમી મહોત્સવનો પ્રારંભ કરતા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

સંસ્કૃતિ સંરક્ષણ અને કોરોના વેકિસન લેવાનો સંદેશ આપતા રાજ્યમંત્રી

ધ્રોલ - જામનગર તા. ૨ : મોટા વાગુદડ ગામ ખાતે ધ્રોલ તાલુકા ભાજપના પુર્વ પ્રમુખ ડો.રાજેન્દ્ર સિંહ જાડેજા દ્વારા જન્માષ્ટમી મહોત્સવ ઉજવણી કરવા માટે અલગ અલગ ફલોટસ ત્યાર કરવામાં આવેલ જેનુ ઉદ્ઘાટન રાજયકક્ષા મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના શુભ હસ્તે કરવામાં આવેલ જેમા ધ્રોલ તાલુકા ભાજપ ના પુર્વ પ્રમુખ ડો. રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ સરપંચ સંગઠનના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા અને ધ્રોલ તાલુકાના અલગ અલગ ગામોના ઉપસ્થિત સરપંચો દ્વારા મંત્રીનુ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આ પ્રસંગે જીલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જામનગર ડી.કો.બેન્ક ના ચેરમેન પિ.એસ.જાડેજા, વાઈસ ચેરમેન રાજુભાઈ વાદિ, ગુજકો માર્શલના ડાઈરેકટર મૌલિકભાઈ નથવાણી, જીલ્લા પંચાયતના સદસ્ય મનસુખભાઈ ચભાડીયા, ધ્રોલ નગરપાલિકાના પ્રમુખ જયશ્રીબેન પરમાર, કારોબારી અધ્યક્ષ ગોવિંદભાઈ દલસાણીયા, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ લવજીભાઈ તરાવિયાનું આ તકે ગ્રામજનો તેમજ તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો, નગરપાલિકાના સદસ્યો અને ધ્રોલ તાલુકાના સેવા સહકારી મંડળીના પ્રમુખો દ્વારા ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવેલ અને આ કોરોના મહામારી પોતાના જીવને જોખમમાં મુકીને કોરોના દર્દીઓની સેવા કરનાર કોરોના વોરીયર્સનુ મંત્રીશ્રી દ્વારા સન્માન કરવામાં આવેલ.

આ તકે લોક ગાયીકા ફરીદાબેન મિરે પણ હાજરી આપી હતી તેમજ જામનગર જીલ્લા ભાજપના મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ગણેશભાઈ મુગરા, પી.એસ.જાડેજા (ધ્રોલ), ધ્રોલ રાજપુત સમાજના પ્રમુખ પથુભા જાડેજા, પુર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પુર્વ ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયા, ગુજરાત કિશાન મોર્ચાના મંત્રી સુરેશભાઈ વશરા, સથવારા સમાજના પ્રમુખ ભનાબાપા, વિઠ્ઠલભાઈ, જીલ્લા પંચાયતના સદસ્ય હશુભાઈ કણજારીયા, તાલુકા પંચાયત સદસ્ય બ્રિજરાજસિંહ જાડેજા, જગદિશભાઈ ચભાડીયા, પ્રતિપાલસિંહ ઝાલા, જગદીશભાઈ ચાવડા, રાવતભાઈ શિયાર, મશરિભાઈ ભુડીયા, વિજયભાઈ કાશુદ્રા, પાલિકા સભ્ય સંજયસિંહ જાડેજા, રજનીભાઈ વરૂ, રફીકભાઈ ડોસાણી, અશરફભાઈ, રણછોડભાઈ, તુષારભાઈ ભાલોડિયા ગુલાભાઈ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમનુ સંચાલન ધ્રોલ તાલુકા સંઘના પ્રમુખ અનિલભાઈ ભુત અને ભાજપના આગેવાન હિતેષભાઈ ભોજાણી દ્વારા કરવામાં આવેલ હતુ.

(10:24 am IST)