Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

પોરબંદર જિલ્લામાં તહેવારોમાં ૧૦ સ્થળે જુગાર દરોડામાં ૩ મહિલાઓ સહિત ૩૭ ઝડપાયાઃ કુલ અઢી લાખની રોકડ મળી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર :.. જિલ્લામાં તહેવારો દરમિયાન ૧૦ સ્થળે તીનપતી જૂગાર રમતા ૩ મહિલાઓ સહિત ૩૭ ઝડપાયા હતાં. જુગાર રમનારા પાસેથી કુલ અઢી લાખની રોકડ પોલીસે જપ્ત કરી છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ડો. રવિ મોહન સૈનીની સુચના મુજબ પોરબંદર જીલ્લામાંથી દારૂ-જૂગારની બદી દુર કરવા માટે આપેલ સુચના અન્વયે તથા પોરબંદર શહેરના ડીવાયએસપી શ્રી જે. સી. કોઠીયાનાઓના તથા કમલાબાગ સ્કવોડના પો. સબ. ઇન્ચાર્જ પો. ઇન્સ. એચ. બી. ધાધલ્યાના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વલન્સ સ્કવોડના પો. સબ. ઇન્સ. એ. એ. મકવાણા તથા સર્વલન્સ સ્કવોડના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો. હેડ કોન્સ. બી. કે. ગોહીલ તથા પો. કોન્સ. વિજયભાઇ જેન્તીલાલને મળેલી બાતમી મુજબ પોરબંદર છાંયા, સાઢીયાવાડ અંબિકા સ્કુલ પાસે રહેતા પીન્ટુગર અરૂણગર રામદતી પોતાના મકાને બહારથી માણસો બોલાવી પૈસા પાના વડે હાર-જીતનો તીનપતી નામનો જૂગાર રમી રમાડે નાલ ઉઘરાવી મકાનનો જુગારના અખાડા તરીકે ઉપયોગ કરતા રેઇડ કરતા સાત ઇસમો પીન્ટુગર અરૂણગર રામદતી ઉ.વ.૩૦ રહે. છાંયા સાઢીયાવાડ અંબીકા સ્કુલ પાસે પોરબંદર, રામવન ભીખુવન ગૌસ્વામી ઉ.વ.૩પ રહે. છાંયા નવાપરા, અશ્વિનપુરી હેમપુરી પુરી ઉ.વ.૪૩ રહે. છાંયા નવાપરા, અરવિંદપુરી પ્રભાતપુરી પુરી ઉ.વ.૩૪ રહે. છાંયા નવાપરા, દિલીપગર ભવાનગર મેઘનાથી ઉ.૩પ રહે. છાંયા સાઢીયાવાડ, દેસુર રાણાભાઇ મુશાળ ઉ.વ.ર૬ રહે. છાંયા નિલકંઠ મંદિરની સામે તથા ધીરજગર કાનગર ગૌસ્વામી ઉ.૪૩ રહે. છાંયા નવાપરા વાળાને રપર૮૦ રોકડ સાથે પકડી પાડેલ છે.

આ કામગીરીમાં કમલાબાગ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ. બી. ધાધલ્યા તથા સર્વેલન્સ સ્કોડના પો. સ. ઇ. એ. એ. મકવાણા તથા એ.એસ.આઇ. વી. એસ. આગઠ, બી. એલ. વિંઝૂડા, આર. પી. જાદવ, તથા પો. કોન્સ. વિજયભાઇ, કનકસિંહ, વિરેન્દ્રસિંહ, અક્ષયભાઇ, વિગેરે પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતાં.

રાણાવાવ પો. સ્ટે. પો. સબ. ઇન્સ. પી. ડી. જાદવ તથા સર્વેલન્સ સ્ટાફનાં પો. કર્મચારી સાથે રાણાવાવ પો. સ્ટે. વિસ્તાર પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો. કોન્સ. હિમાંશુભાઇ તથા પરબતભાઇને સંયુકત રીતે બાતમીરાહે મળેલ ચોકકસ અને આધારભુત હકિકત આધારે આદિત્યાણા ગામ ગૌશાળા પાછળ જાહેર જગ્યામાં પંચો સાથે રેઇડ કરતા જુગાર રમતા રામ કાનાભાઇ મોઢવાડીયા ઉ.વ.૩૦ રહે. આદિત્યાણા, જીતેન્દ્ર પરસોતમભાઇ અમૃતિયા ઉ.વ.૪પ રહે. આદિત્યાણા, હમીર ગોગનભાઇ મોઢવાડીયા ઉ.વ.૪૬ રહે. આદિત્યાણા, લખુ ગોગનભાઇ કુછડીયા ઉ.વ.રર રહે. આદિત્યાણા, દિલીપ નાનજીભાઇ સરવૈયા ઉ.વ.ર૦ રહે. આદિત્યાણા નાથા વિક્રમભાઇ ચૌહાણ ઉ.વ.૩ર રહે. છાયા ડો. વિપુલ શુકલના દવાખાના પાસે રોકડા રૂપિયા ૪૧,૮૦૦ તથા જૂગાર અંગેનું સાહિત્ય સાથે પકડી પાડેલ છે.

આ કામગીરીમાં પો. સબ. ઇન્સ. પી. ડી. જાદવ, પો. હેડ કોન્સ. જે. પી. મોઢવાડીયા, એસ. આર. કરંગીયા પો. કોન્સ. હિમાંશુભાઇ, સરમણભાઇ, જયમલભાઇ, પરબતભાઇ, વિક્રમભાઇ, હરેશભાઇ વિગેરે રોકાયેલ હતાં.

રાણાવાવ પો. સ્ટે.ના પો. સબ. ઇન્સ.  પી. ડી. જાદવ જૂગારના સફળ કેસો શોધી કાઢવા રાણાવાવ પો. સ્ટે.ના પો. સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી પો. સ્ટે. વિસ્તારમાં સઘન પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો. કોન્સ. જયમલભાઇ તથા સરમણભાઇ ને સંયુકત રીતે ખાનગી બાતમીરાહે મળેલ હકિકત આધારે નાગકા પ્લોટ ફોરેસ્ટ ઓફીસ પાસે રાણાવાવમાં રહેતા લાલજી દેવશીભાઇ રાઠોડના રહેણાંક મકાને જૂગારના અખાડામાં પંચો સાથે રેઇડ કરતા જુગાર રમતા લાલજી દેવશીભાઇ રાઠોડ ઉ.વ.૩૭ રહે. રાણાવાવ નાગકા પ્લોટ, રવિ દેવાભાઇ મકવાણા ઉ.વ.૩૦ રહે. નાગકા પ્લોટ, ભરત પુંજાભાઇ પરમાર ઉ.૪૩ રહે. નાગકા પ્લોટ, વિનય ગૌતમભાઇ જાદવ ઉ.૩ર રહે. નાગકા પ્લોટ, સમસુદીન અલીભાઇ પોપટીયા ઉ.૩૦ રહે. મોતી ચોક જુના બસ સ્ટેન્ડ પાસે, જીતેષ હાજાભાઇ પાંડાવદરા ઉ.૩ર રહે. નાગકા પ્લોટ રાણાવાવવાળાને રોકડા રૂપિયા ૧ર,પ૦૦ તથા જૂગાર અંગેનું સાહિત્ય સાથે પકડી પાડેલ છે.

આ કામગીરીમાં પો. સબ. ઇન્સ. પી. ડી. જાદવ, પો. હેડ કોન્સ. જે. પી. મોઢવાડીયા, એસ. આર. કરંગીયા, સી. ટી. પટેલ તથા પો. કોન્સ. હિમાંશુભાઇ, સરમણભાઇ, જયમલભાઇ, પરબતભાઇ, અરજનભાઇ, વિક્રમભાઇ વિગેરે રોકાયેલ હતાં.

ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેકટર એચ. સી. ગોહીલ બગવદર પોલીસ સ્ટેશનનાઓએ અલગ અલગ ટીમો બનાવી પો. સ્ટે. વિસ્તારમાં દારૂ-જૂગારના કેસો કરવા ટીમોને કાર્યરત કરેલ અને નાઇટ દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ સી. બી. ગોસાઇ અને તેની ટીમે પો. સ્ટે. વિસ્તારમાં આવેલ રાણા રોજીવાડા ગામે જૂગાર અંગે દરોડો પાડીને રાણા રોજીવાડા ગામે જાહેરમાં જૂગાર રમતા કુલ ૩ ઇસમો રોહિત હિરાભાઇ ધ્રાણા, રાજુ મનસુખભાઇ ધ્રાણા, વિપુલ ધનસુખભાઇ ધ્રાણા રહે. રાણા રોજીવાડા વાળાઓને જૂગાર રમતા જુગારના સાહિત્ય તથા રોકડ રકમ રૂ. ૧૦૧૪૦ સાથે પકડી જૂગાર પકડી પાડેલ છે. આ કામગીરી એચ. સી. ગોહીલ, ઇ.ચા. પોલીસ સબ ઇન્સ્પેકટર, તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સી. બી. ગોસાઇ, લોકરક્ષક બળદેવભાઇ વાળા, વિજયસિંહ છેલાવડા, તથા નરેન્દ્રભાઇ નંદાણીયા વિગેરે તથા બગવદર પોલીસ સ્ટેશનના સ્ટાફે કરેલ છે.

ઇન્ચાર્જ એલસીબી પીઆઇ એન.એમ.ગઢવી નાઓને મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે, રાણાવાવ બોરડી ગામ, રામ મંદિર પાસે રહેતા આરોપી જીતેશ ડાયાભાઇ કંસારા રહે. બોરડી ગામ રામ મંદીર પાસે તા.રાણાવાવ જી.પોરબંદરવાળાએ પોતાના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં બહારથી માણસોને બોલાવી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉદ્યરાવી ગંજીપતાના પાના પૈસા વડે રોનપોલીસ નામનો હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો  ચલાવતા હકિકત આધારે સદર જગ્યાએ રેઇડ જુગાર રમતા આરોપી (૧) જીતેશ ડાયાભાઇ કંસારા રહે. બોરડી ગામ (૨) કીશોર ડાયાભાઇ કંસારા રહે. બોરડી ગામ (૩) જીગ્નેશ ભીખુભાઇ ઠકરાર રહે. છાંયા રધુવંશી સોસાયટી (૪) હબીબ બાબુભાઇ બાપોદરા રહે. બોરડી ગામ (૫) હરીશ શામજીભાઇ ગાધેર રહે. બોરડી ગામ (૬) રતીલાલ છગનભાઇ રાવત રહે. બોરડી ગામ (૭) કેતન સુરેશભાઇ વાઢેર રહે. ભકિતનગર જામનગર વાળાઓના કબ્જામાથી ગંજીપતા તથા રોકડા રૂ.૭૨,૩૦૦/- સાથે જુગાર રમતા પકડી પાડી પાડેલ છે. અને રાણાવાવ પોલીસ સ્ટેશનમા ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગીરીમા ઇન્ચાર્જ એલસીબી પીઆઇ શ્રી.એન.એમ. ગઢવી, તથા હેડ કોન્સ.  ઉદયભાઇ વરૂ, હરેશભાઇ આહિર, ગોવિંદભાઇ મકવાણા, જીણાભાઇ કટારા, કેશુભાઇ ગોરાણીયા, કોન્સ. દિલીપભાઇ મોઢવાડીયા, કરશનભાઇ મોડેદરા,રવિરાજ બારડ, ગોવિંદભાઇ માળીયા વિગેરે રોકાયેલ હતા.

પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.સી.કોઠીયા સા.નાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. એસ.એ.સોલંકી તથા ઉદ્યોગનગર પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસો ઉદ્યોગનગર પો.સ્ટે. વિસ્તાર જ.ના.રા.મા હતા દરમ્યાન લોકરક્ષક વિજયભાઇ ખીમાભાઇને મળેલ બાતમી આધારે પોરબંદર બોખીરા તુંબડા હનુમાન મંદિર પાછળ રહેતા ભીખુ કારાભાઇ ખરજ પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાને પોતાના ફાયદા માટે બહારથી માણસોને બોલાવી નાલ ઉદ્યરાવી પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં પૈસા પાના વડે હાર જીતનો તીનપત્ત્।ી નામનો જુગાર રમી રમાડી પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનનો જુગારના અખાડા તરીકે ઉપયોગ કરે છે. જે હકિકત બોખીરા તુંબડામાં રેઇડ કરતા જુગાર રમતા  ભીખુ કારાભાઇ ખરજ ઉ.વ.૪૬ રહે.બોખીરા તુંબડા હનુમાન મંદિર પાછળ પોરબંદર, રસુલ અજીજભાઇ બાલાગામીયા (ગજ) ઉ.વ.૨૭ રહે.સિક્કા પંચવટી કોલોની પ્રણવ, રોસનબેન વા/ઓ અજીજભાઇ બાલાગામીયા (ગજ) ઉ.વ.૫૦ રહે.સિક્કા ભગવતી કોલોની જી.જામનગર,  સાધનાબેન વા/ઓ રાસીદભાઇ મહંમદભાઇ ખરજ ઉ.વ.૨૫ રહે.કુળદેવી માતાજીના મંદિરની બાજુમા ભોમિયાવદર તાબે બગવદર, ફાતીમાબેન ઉફે સતી વા/ઓ ઇરફાનભાઇ કાસમભાઇ લધડ ઉ.વ.૩૦ રહે.દુધ સાગર રોડ શીવાજીનગર રામદેવ પીરના મંદિરની બાજુમા રાજકોટ વાળાઓના કબ્જામાથી ગંજીપતાના પાના તથા રોકડ રૂ.૪૨,૨૨૦/- તથા મોબાઇલ ફોન નં-૪ કી.રૂ.૬,૫૦૦/- તથા ગોદળુ-૧ કી.રૂ.૦૦/- મળી કુલ રૂ.૪૮,૭૨૦/- ના મુદામાલ સાથે જુગાર રમતા પકડી પાડી લીધેલ છે અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમા જુ.ધા.કલમ-૪, ૫ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. 

આ કામગીરીમાં ઉદ્યોગનગર પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. એસ.એ.સોલંકી તથા પો.હેડ.કોન્સ. કે.સી.વાદ્યેલા તથા પો.કોન્સ. હોથીભાઇ અરજનભાઇ, ભરતભાઇ ભનુભાઇ તથા લોકરક્ષક વિજયભાઇ ખીમાભાઇ વિગેરે રોકાયેલ હતા.

(10:34 am IST)