Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

ગોંડલની દોમડીયા સોસાયટીમાં તીનપતીનો જુગાર રમતા સાત શખ્સો પકડાયા

ધર્મેશ, કિશોર, રાહુલ, જયદીપ, મહેશ, મનોજ અને પંકજની ધરપકડ

રાજકોટ તા. રઃ ગોંડલની દોમડીયા સોસાયટીમાં ગોંડલ સીટી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા સાત શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ગોંડલની દોમડીયા સોસાયટીમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે ગોંડલ સીટી પોલીસ મથકના હેડ કોન્સ. આર. ડી. ઝાલા સહિતના સ્ટાફે દોમડીયા સોસાયટી શેરી નં. ર૩માં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા દોમડીયા સોસાયટીમાં રહેતા ધર્મેશ રમણીકભાઇ સાકરીયા, કીશોર હર્ષદભાઇ મકવાણા, રાહુલ લક્ષ્મણભાઇ રોજાસરા, જયદીપ રામજીભાઇ કોબીયા, મહેશ પરસોતમભાઇ સાકરીયા, મનોજ શંભુભાઇ બાવળીયા અને પંકજ રવજીભાઇ વોરાને પકડી લઇ રૂ. ૧૧,૬૭૦ની રોકડ સહિતની મત્તા કબકજે કરી હતી.

(12:53 pm IST)