Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

ઉમરકોટની સીમમાં વાડીએ જુગાર રમતા ૧૧ શખ્સો ઝડપાયા

ધોરાજીઃ. રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા, નાયબ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા ધોરાજી પો.સ્ટે.ના પો.ઈન્સ. એચ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ ધોરાજી પો.સ્ટે.ના પો. કોન્સ. રવિરાજસિંહ ઘેલુભા, પો.કોન્સ. અરવિંદસિંહ દાનુભાનાઓને હકીકત મળેલ કે આશિષભાઈ જમનભાઈ પાદરીયા રહે. નવાગઢ મયુર પાર્ક જેતપુરવાળો ઉમરકોટ ગામની સીમમાં રાહણના તળાવ પાસે આવેલ વાડીની ઓરડીમાં જુગાર રમી રમાડે છે જેથી પો. સબ ઈન્સ. એન.આર. કદાવલા તથા પો. હેડ કોન્સ. હીતેષભાઈ બાબુભાઈ, સુરપાલસિંહ જયદેવસિંહ તથા ભવદીપસિંહ જ્યોતિસિંહએ રેઈડ કરતા (૧) આશિષભાઈ જમનભાઈ પાદરીયા, (૨) અશ્વિનભાઈ મનજીભાઈ સાવલીયા, (૩) રમેશભાઈ કાનજીભાઈ ત્રાડા (૪) યોગેશભાઈ પરસોતમભાઈ સાવલીયા, (૫) વિપુલભાઈ ધનજીભાઈ વાઘાણી, (૬) વિજયભાઈ ધીરૂભાઈ ખોડા (૭) ચંદુભાઈ શામજીભાઈ સોરઠીયા, (૮) ચિરાગભાઈ રમેશભાઈ સભાયા, (૯) કિશોરભાઈ રઘુભાઈ ખૂંટ, (૧૦) શૈલેષભાઈ ધીરૂભાઈ ભાયાણી રહે. ૧ થી ૧૦નાઓ નવાગઢ, તા. જેતપુર અને (૧૧) સુરેશભાઈ રામજીભાઈ જોરીયા રહે. વેગડી ગામ તા. ધોરાજીને રૂ. ૧,૧૦,૩૪૦, કુલ મોબાઈલ નં. ૯ જેની કિં. રૂ. ૧૮૦૦૦, મો.સા. નંગ ૩ જેની કિં. રૂ. ૪૫૦૦૦ કુલ મુદામાલ મળી કિં. રૂ. ૧,૭૩,૩૪૦ સાથે ઝડપી લીધા હતા.

(12:56 pm IST)