Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં એપાર્ટમેન્ટમાં જુગાર રમતા ૮ શખ્સો ૬૦ હજારની રોકડ સાથે ઝડપાયા

પોરબંદર તા. ર : વાઘેશ્વરી પ્લોટ, ચાવડા એપાર્ટમેન્ટમાં તીનપત્તી જુગાર રમતા ૮ શખ્સોને રોકડ રૂ.પ૯,૭૦૦ સાથે એલ.સી.બી.એ પકડી પાડીને કાર્યવાહી કરી છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની નાઓ દ્વારા હાલમાં ચાલી રહેલ જન્માષ્ટમી તહેવાર સંબંધે જિલ્લામાં દારૂ/જુગારની ગે.કા.પ્રવૃતીને નેસ્ત નાબુદ કરવા આપેલ ખાસ સુચના અન્વયે ઇનચાર્જ એલ.સી.બી. એન.એમ.ગઢવી તથા એલ.સી.બી.સ્ટાફના માણસો સાથે  એલ.સી.બી.ઓફીસ ખાતે હાજર હતા તે દરમ્યાન હેડ કોન્સ. કેશુભાઇ ગોરાણીયા તથા હરેશભાઇ આહિરનાઓને મળેલ ચોકકસ બાતમી હકિકત આધારે, વાઘેશ્વરી પ્લોટ, ચાવડા એપાર્ટમેન્ટમાં રહેતા આરોપી કેવલ શશીકાંતભાઇ ધકાણ ઉ.૩૦ રહે. વાઘેશ્વરી પ્લોટ ચાવડા એપાર્ટમેન્ટ ફલેટ નં.ર૧ પોરબંદરવાળાએ પોતાના કબ્જા ભોગવટાવાળા રહેણાંક ફલેટમાં બહારથી માણસોને બોલાવી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી ગંજીપત્તાના પાના પૈસા વડે રોન પોલીસ નામનો હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે જે હકિકત આધારે સદર જગ્યાએ રેઇ કરતા આરોપી (૧) કેવલ શશીકાંતભાઇ ધકાણ રહે. વાઘેશ્વરી પ્લોટ (ર) કપીલ કરશનભાઇ ભાટુ રહે. જામનગર (૩) પ્રદીપ હીંમતભાઇ ગોસાઇ રહે. જામનગર (૪)  કેયુર ભરતભાઇ ચોટાઇ રહે. એસ.ટી.રોડ પોરબંદર (પ) શ્યામ વ્રજલાલ બારેજા રહે. છાંયા (૬) મયુરધ્વજસિંહ હીતેન્દ્રસિંહ જાડેજા રહે. કડીયા પ્લોટ (૭) રોનક માવજીભાઇ ભરાડા રહે. ખારવાવાડ (૮) રોનક વિજયભાઇ લોઢારી રહે. નાગરવાડા વાળાઓના કબ્જામાંથી ગંજીપત્તા તથા રોકડા રૂ.પ૯,૭૦૦ સાથે જુગાર રમતા પકડી પાડી ગણનાપાત્ર કેશ શોધી કાઢેલ છે અને કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગીરીમાં ઇનચાર્જ એલ.સી.બી. પી.આઇ. એન.એમ.ગઢવી, તથા હેડ કોન્સ. ઉદયભાઇ વરૂ, હેરશભાઇ આહિર, ગોવિંદભાઇ મકવાણા, જીણાભાઇ કટારા, કેશુભાઇ ગોરાણીયા, કોન્સટેબલ દિલીપભાઇ મોઢવાડીયા, કરશનભાઇ મોડેદરા, રવિરાજ બારડ, લીલાભાઇ દાસા વિગેરે રોકાયેલ હતા.

(12:57 pm IST)