Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

જામનગરના સમાણામાં ૬ાા, શેઠવડાળામા ૬ ઇંચ વરસાદ

હાલારમાં સર્વત્ર પાણી-પાણીઃ નદી-નાળા, ડેમમાં નવા નીરની આવકઃ પાકને ફાયદો

(મુકુંદ બદિયાણી દ્વારા)  જામનગર તા.ર : ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી સાડા છ ઇંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે સૌથી વધુ  વરસાદ જામજોધપુરના સમાણામાં  સાડા છ ઇંચ શેઠવડાળામાં ૬ ઇંચ વરસાદ વરસ્યો છે જયારે વાંસજાળીયા, ધુનડા, ધ્રાફા, પરડવામાં ૩ ઇંચ અને જામવાડીમાં અઢી ઇંચ વરસાદ પડયો છે.

આ ઉપરાંત જામનગર જીલ્લાના વસઇ, મોટી બાંણુગાર, ફલ્લા, જામવંથલી, ધુતારપુરમાં ર થી અઢી ઇંચ, અલીયાબાડામાં પોણા ત્રણ ઇંચ તથા દરેડમાં દોઢ અને લાખાવાળમાં એક ઇંચ વરસાદ પડયો છે.

જોડીયા તાલુકાના બાલંભામાં સવાત્રણ ઇંચ, અને હડીયાણા તથા પીઠડમાં ર ઇંચ વરસાદ પડયો છે.

ધ્રોલ તાલુકાના લતીપુર, લૈયારામાં અઢી ઇંચ તથા જાલીયાદેવાણીમાં પોણા બે ઇંચ વરસાદ પડયો છે.

કાલાવડ તાલુકાના નવાગામ અને ભ.ભેરાજામાં બે ઇંચ, મોટા પાંચ દેવડા, ખરેડીમાં સવા બે ઇંચ નિકાવા અને મોટા વડાળામાં દોઢ ઇંચ વરસાદ પડયો છે.

આ ઉપરાંત લાલપુર તાલુકાના મોટા ખડબામાં સાડા ત્રણ ઇંચ, ભણવોર, ડબાસંગ પઠાણા, પીપરતોળામાં ૩ ઇંચ તથા મોડપરમાં  પોણા ર ઇંચ વરસાદ પડયો છે.

(12:58 pm IST)