Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

રાજ્યના પોલીસવડા આશિષ ભાટીયા દ્વારકાધીશ ભગવાનના દર્શને

પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ યોજે તેવી શકયતા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૨ :. દ્વારકા ખાતે જિલ્લા પોલીસ રાજ્યના જિલ્લા પોલીસ વડા આશિષ ભાટિયા પધાર્યા હતા અને દ્વારકાધીશના શીશ ઝુકાવી દર્શનનો લાભ લીધો હતો.

આજે તેમની દ્વારકા ખાતેની મુલાકાત દરમિયાન જિલ્લાની સુરક્ષાને ધ્યાને લઈ ડીવાયએસપી કક્ષાથી ઉપરના પોલીસ સ્ટેશનનું લોકાર્પણ પણ કરવાનુ હોવાનું જાણવા મળી રહ્યુ છે. આ ઉપરાંત દ્વારકા જિલ્લા ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ યોજે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.

(2:41 pm IST)