Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિક વરસાદ :12 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ

સૌથી વધુ માંગરોળમાં 7 ઇંચ ખાબક્યો : અંજાર,કલ્યાણપુર,માળીયા, તાલાલામાં 6 ઇંચ વરસાદ

અમદાવાદ : રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં 173 મી.મી. એટલે કે 7 ઈંચ જેટલો, કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં 166 મી.મી., દેવભૂમિદ્વારકાના કલ્યાણપુર, જૂનાગઢ જિલ્લાના માળિયા, ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં 163 મી.મી.વરસાદ નોંધાયો છે

(5:26 pm IST)