Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

પોરબંદર જિલ્લામાં NDRFની 1 ટુકડી ઉતારી : ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ

પોરબંદરમાં તૈનાત NDRFની આ ટુકડીમાં 25 જવાન સામેલ

અમદાવાદ :  હવામાન વિભાગની આ આગાહીને પગલે સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે પોરબંદર જિલ્લામાં NDRFની 1 ટુકડી ઉતારી છે આ ટુકડી કોઈ પણ વરસાદી આફતને પહોંચી વળવા તૈયાર છે. પોરબંદરમાં તૈનાત NDRFની આ ટુકડીમાં 25 જવાન છે. તેમની પાસે પુર હોનારત સમયે ફસાયેલા લોકોને બચાવવા માટે કામમાં લઈ શકાય અને વૃક્ષો કાપી શકાય તેવા સાધનો સહિત સ્પીડ બોટની પણ વ્યવસ્થા છે

(6:19 pm IST)