Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

ધોરાજી ખાતે અંજુમન એ સદાત જમાત દ્વારા તબરૂકાત શરીફ ની ઝિયારત નો કાર્યક્ર્મ યોજાયો : સરકાર ની ગાઈડ લાઇન અનુસાર તમામ લોકોએ સોશિયલ ડિસ્ટન્સના ચુસ્ત પાલન સાથે અને ફરજીયાત માસ્ક પહેરીને કાર્યક્ર્મમાં તબરૂકાત શરીફના દીદાર કર્યા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી ખાતે બહાર પૂરા ઝેનબ હોલ ખાતે ઇસ્લામ ધર્મ ના સ્થાપક હજરત મોહમ્મદ પયગંબર સાહેબ ના તથા ખુલ્ફા એ રાસે દિન તથા મહમદ પેગંબર સાહેબના દોહિત્ર સહિત ના ઇસ્લામ ધર્મના મહાન હસ્તીઓ ના તબરું કાત  શરીફની જિયારત નો અણમોલ કાર્યક્ર્મ ધોરાજી ખાતે યોજાયો હતો સરકાર ની ગાઈડ લાઇન અનુસાર તમામ લોકો એ સોશિયલ ડિસ્ટન્સ ના ચુસ્ત પાલન સાથે અને ફરજીયાત માસ્ક પહેરી અને આં કાર્યક્ર્મ માં તબરૂકાત શરીફ ના દીદાર કર્યા હતા.

ઉલેખનીય છે કે ધોરાજી ખાતે આં કાર્યક્ર્મ નું આયોજન કરવા ની ઘણા સમય થી વિચારણા ચાલી રહી હતી ધોરાજી ના સેવા ભાવિ આગેવાન જબ્બારભાઈ નાલબંધ ના અથાગ પ્રયત્ન થી અને  હાજી ઇબ્રાહિમભાઈ કુરેશી હાજી અનવરશાહ બાપુ રફાયના સહકાર થી ધોરાજી અંજુમન એ સદાત જમાત ધોરાજી દ્વારા આં કાર્યક્ર્મનું સફળ આયોજન કરવામાં આવ્યું હતુ.
આં કાર્યક્ર્મ ને સફળ બનાવવા માટે ધોરાજી સૈયદ સદાત જમાતના પ્રમુખ સૈયદ અહેમદ હુસેનમિયા અમીનમિયા બુખારી સૈયદ અશિફ બાપુ બુખારી સૈયદ ઇકબાલ મિયા મટારી એડવોકેટ સૈયદ મમુ બાપુ સૈયદ ઇકબાલ બાપુ  પૂર્વ નગરપતિ કાસમ ભાઈ કુરેશી પાલિકા ઉપપ્રમુખ ઇમ્તિયાઝ ભાઈ પોઠિયા વાલા સૈયદ રફીક મિયા બાપુ પંજેતની મોહમદ કાસીમ ભાઈ ગરાણા સહિતના ઓ એ આં કાર્યક્રમ ને સફળ ને બનાવવા માટે જહેમત ઉઠાવેલ હતી.
આં કાર્યક્ર્મમાં દીદાર કરવા આવેલ તમામ લોકો ને  ભંગાર બજાર કમિટી ના કાર્યકરો અને  ધોરાજી ખાટકી જમાત ના યુવા કાર્યકર ઇમરાન ભાઈ શમા સિદ્દીક ભાઈ કારવા અમીન ભાઈ સંધી   ઠંડા ગરમ પીણા અને લાણી વિતરણ કરવામાં આવ્યું હતું અને ભારત દેશ માથી કોરોના નાબૂદ થાઈ માટે દુઆ એ ખેર કરવામાં આવી હતી

(7:20 pm IST)